રાજકોટ:રાજ્યમાં ઠંડી વધતા તસ્કરોને (Rajkot Kuwadwa Police) જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવો પણ વધી રહ્યા છે. શહેરના કુવાડવા ખાતે બજારમાં શનિવારે રાતે ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ દુકાનો અને એક મંદિરને નિશાન બનાવામાં આવ્યું હતું. રાત્રીના સમયે ચાર જેટલા શખ્સોએ બજારમાં આવેલા સોમનાથ મોબાઈલ, ફરસાણની દુકાન સહિત ત્રણ દુકાનો અને એક માતાજીના મંદિરમાં ચોરી (Smugglers in Rajkot) કરી હતી. આ શખ્સો ફરસાણની દુકાનમાંથી ગાંઠીયા, લાડવા, પાપડી સહિતનું ફરસાણ પણ ઉપાડી ગયા હતા. આ સાથે જ મંદિરમાં રહેલો કિંમતી સમાન પણ ઉઠાવી ગયા હતા.
રાજકોટમાં તસ્કરોએ કાતિલ ઠંડીનો લાભ ઉઠાવી ત્રણ દુકાનોને બનાવી નિશાન, ઘટના CCTVમાં કેદ સ્વબચાવ માટે થેલીમાં પથ્થર લઈને આવ્યા
કુવાડવા ગામની બજારમાં ત્રણ દુકાન અને એક મંદિરમાં તસ્કરોએ કિંમતી સમાનની ચોરી કરી હતી. આ શખ્સો દુકાનનું શટર તોડતા હોય તે ઘટના પણ નજીકમાં આવેલી અન્ય દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં ચાર જેટલા શખ્સો જોવા મળી રહ્યા છે, જે દુકાનનું શટર પણ તોડી રહ્યા છે. તેમના હાથમાં એક થેલી પણ જોવા મળી હતી. આ થેલીમાં તસ્કરો ઘટના દરમિયાન સ્વબચાવ માટે પથ્થરો ભરીને લઈ આવ્યા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે.
આ પણ વાંચો: Weekly Horoscope: જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, કઈ સાવધાનીઓ રાખવી
આ પણ વાંચો:Accident In Banaskatha: થરાદ ધાનેરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત અને 3 ઇજાગ્રસ્ત