- રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને રસીકરણ કરાશે
- મોટી ઉંમરના અને કેન્દ્ર સુધી ન જઈ શકે તેવા લોકો માટેનું આયોજન
- રાજકોટમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે લોકોએ લીધી વેક્સિન
રાજકોટ: દેશભરમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. ત્યારે કોરોના સામે લડવા માટે એકમાત્ર ઉપાય છે કે, વહેલા રસીકરણ કરાવવું જોઈએ. જેને લઇને હાલ રાજ્યભરમાં ઠેર ઠેર શહેર તેમજ ગામડાઓમાં મોટા પ્રમાણમાં લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા ગામડે ગામડે જઈને આ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટે હવે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને વેક્સિન આપશે.