ગુજરાત

gujarat

ETV Bharat / city

યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે રહેશે બંધ - JALARAM TEMPLE

આગામી તહેવારો દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે રહેશે બંધ
યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે રહેશે બંધ

By

Published : Mar 24, 2021, 9:48 AM IST

Updated : Mar 24, 2021, 1:49 PM IST

  • સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર 27 માર્ચ 2021 થી 30 માર્ચ 2021 સુધી બંધ
  • આવતા શનિવારથી શનિ/રવિ/સોમ એમ ત્રણ દિવસ પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ
  • યાત્રાધામ વિરપુર જલારામબાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ માટે બંધ

રાજકોટ: રાજ્યમાં કોરોના કહેરનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. ત્યારે આગામી હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન વીરપુર ખાતેના જલારામ મંદિરમાં લોકોનો ધસારો થવાની પણ સંભાવના જોવા મળતા સંચાલકો દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે યાત્રાધામ વિરપુર જલારામ મંદિર27 માર્ચ 2021 થી 30 માર્ચ 2021 સુધી બંધ રહેશે.

આ પણ વાંચો:આજથી વિરપુર જલારામ મંદિર દર્શન માટે ખુલ્લું મૂકાયું

મંદિર સંચાલકો દ્વારા લોકોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો

હોળી- ધુળેટીના તહેવારોને લઈને વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર ત્રણ દિવસ માટે બંધ રહેશે. હોળી-ધુળેટીના તહેવારને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ દેશ અને રાજ્યમાં કોરોનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે મંદિર સંચાલકો દ્વારા લોકોના હિત માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરનું જલારામ મંદિર વધુ 8 દિવસ સુધી બંધ રહેશે

Last Updated : Mar 24, 2021, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details