- કોરોનાના કારણે ધંધો ઠપ્પ
- છેલ્લા 50 વર્ષમાં આવી પરિસ્થિતિ નથી આવી
- રાજકોટના કંસારા બજારના વેપારીઓએ જણાવી આપવીતી
રાજકોટ: કોરોનાના કારણે ભારત સહિતના અનેક દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે, ત્યારે હાલ સામાન્ય લોકોનું જનજીવન પણ આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાયું છે. એવામાં ETV Bharat દ્વારા લોખંડના ઓજારો બનાવતા વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 50 વર્ષમાં આવી પરિસ્થિતિ જોઈ નથી, જે કોરોનાના કારણે ગત દોઢ વર્ષમાં ઉદભવી છે. રાજકોટમાં 50 વર્ષથી વધુ સમયથી વાસણો, ખેતીના ઓજારો, કેટરિંગના ઓજારો, ડેરી ફાર્મના સાધનો સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરીને વહેંચતા દુકાન વેપારીએ કોરોનાકાળની પરિસ્થિતિ દરમિયાન પોતાની આપવીતી ETV Bharatને વર્ણવી હતી.
આ પણ વાંચોઃ કોરોનાના કારણે પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય
છેલ્લા 50 વર્ષમાં આવું પહેલી વાર જોયું- વેપારી
રાજકોટના કંસારા બજારમાં છેલ્લા 50 વર્ષથી વધુ દુકાન ધરાવતા અને પોતાનું જ પ્રોડકશન ધરાવતા શબ્બીરભાઈએ જણાવ્યું હતું કે,ગત 50 વર્ષથી હું અહીંયા ધંધો કરું છું. મારા પિતાજી તેમજ મારા દાદાજી વખતની આ દુકાન છે, પરંતુ કોરોનાના કારણે ગત દોઢ મહિનાથી અમારો તૈયાર થયેલો માલ પણ ગોડાઉનમાં જ પડી રહ્યો છે. અમે આ વસ્તુઓ બનાવ માટે જે નાણાંનું રોકાણ કર્યું છે તે નાણાં પણ કોરોનાની આ પરિસ્થિતિના કારણે હજુ પણ એમનેએમ ફસાયેલા છે. કોરોનાના કારણે ગત 50 વર્ષમાં આવી પહેલીવાર પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીંએ.
આ પણ વાંચોઃ કોરોના મહામારીની વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલી કેન્ટીન અને સ્ટોલ પર શું અસર પડી ?