ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉપલેટાના વરજાંગજાળીયા ગામ દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય - Spontaneous closure of Upleta's Varjangjalia village

વધતા જતા કોરોના ધ્યાને લઇને ઉપલેટા તાલુકાના વરજાંગ જાળિયા ગામમાં સ્વયંભૂ લોકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે. વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામે સ્વૈચ્છિક બંધ પાળવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપલેટાના વરજાંગજાળીયા ગામ દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય
ઉપલેટાના વરજાંગજાળીયા ગામ દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય

By

Published : Apr 13, 2021, 12:35 PM IST

  • ગામની અંદર કોઈ પણ પ્રકારના ઠંડાપીણા કે ઠંડી વસ્તુ વેંચવા પર પ્રતિબંધ
  • ગામમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
  • કોરોના વાયરસના સંક્રમણની ચેઈનને તોડવા લદાયા વિવિધ પ્રતિબંધો

રાજકોટ: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ તબાહીને કારણે દરેક લોકોએ પોતાના નજીકના કોઈકને કોઈક વ્યક્તિને કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમજ કોરોનાને કારણે મોતને ભેટતા પણ જોયા જ હશે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઇને કોરોના વાયરસની સંક્રમિત થવાની ચેઈનને તોડવા માટે અને આ ચેઈન પર કાબૂ મેળવવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ નદીના કાંઠે આવેલા વરજાંગ જાળિયા ગામમાં સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:કોરોનાના વધતા કેસોની સામે ઉપલેટાના વેપારીઓ પાળશે સ્વયંભૂ બંધ

કોઈપણ પ્રકારના ઠંડાપીણા કે ઠંડી આઇટમો પણ વેંચવા પર સ્વૈચ્છિક પ્રતિબંધ

આ બંધનાં નિર્ણયમાં સાથે એ પણ નિર્ણય લેવાયો છે કે ગામની અંદર કોઈપણ પ્રકારના ઠંડાપીણા કે ઠંડી આઇટમો પણ વેંચવા પર સ્વૈચ્છિક પ્રતિબંધ રહેશે. જેથી કરીને કોઈને પણ સામાન્ય બીમારી પણ ન થાય. વધતા કોરોના કેસોને કારણે ગામની બહારથી આવતા ફેરિયાઓ, સેલ્સમેનો તેમજ અન્ય મોટા શહેરો કે પછી મોટા નગરોમાંથી વરજાંગ જાળીયા ગામમાં પ્રવેશતા તમામ લોકોને કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને પ્રવેશ પર પ્રતિબંધ રખાયો છે.

આ પણ વાંચો:કોરોનાને કારણે પાટણમાં રવિવારે બજારો સ્વયંભૂ બંધ રહ્યા

કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ તકેદારી રાખવા અંગે સૂચનો

ગામમાં રહેતા કોઈપણ લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે મર્યાદિત સમયની અંદર આવશ્યક તેમજ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત મર્યાદિત સમયમાં પણ ખુલ્લી રહેતી આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો પર પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ તકેદારી રાખવા અંગે સૂચનો પણ આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details