ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડ 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ - Rajakot news

રાજકોટમાં સત્તાધિશો દ્વારા 23 માર્ચથી 2 એપ્રિલ સુધી માર્કેટિંગ યાર્ડ બંદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 એપ્રિલે યાર્ડને રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેની તમામ ખેડૂતોને નોંધ લેવાનું પણ સત્તાધીશો દ્વારા જણાવામાં આવ્યું છે.

ખેડૂત ઉત્પાદન બજાર સમિતિ
ખેડૂત ઉત્પાદન બજાર સમિતિ

By

Published : Mar 23, 2021, 1:28 PM IST

  • રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડને 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે
  • માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાનો નિર્ણય સત્તાધિશો દ્વારા કરવામાં આવ્યો
  • 1 એપ્રિલે નવા પાકની આવક કરવામાંં આવશે

રાજકોટ : બેડી માર્કેટિંગ યાર્ડને 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રાખવાનો સત્તાધિશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ રાજકોટ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રાખવાનો સત્તાધિશોએ નિર્ણય કરવામાં આવ્યો છે. 2 એપ્રિલે રાબેતા મુજબ યાર્ડ શરૂ કરવામાં આવશે. જેની તમામ ખેડૂતોને નોંધ લેવાનું પણ સત્તાધીશો દ્વારા જણાવામાં આવ્યું છે.

ખેડૂત ઉત્પાદન બજાર સમિતિ

આ પણ વાંચો : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો


રાજકોટમાં માર્કેટ યાર્ડ 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે


દેશમાં માર્ચ એન્ડિંગના કારણે હિસાબ કરવાના હોવાથી જેને લઈને મોટાભાગના ધંધા રોજગાર સાથે સંકળાયેલા ક્ષેત્રો બંધ રાખવામાં આવતા હોય છે. જેને લઈને સૌરાષ્ટ્રના પણ બંન્ને યાર્ડ પણ બંધ રાખવામાં આવશે. આથી કોઇ ખેડૂતોએ પાક લઇને આવવું નહિ તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ એન્ડિંગને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં રજા હોય છે. રાજકોટ માર્કેટ યાર્ડ 23 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યા છે.

2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે

હોળી-ધૂળેટીની રજા આવી રહી છે. તેમજ શનિ-રવિ બેન્કની રજા આવી રહી છે. બેન્કમાં ત્રણ દિવસની રજા હોવાથી રાજકોટ માર્કેટ યાર્ડ આજથી બંધ કરી દેવામાં આવ્યું છે. 1 એપ્રિલે નવા પાકની આવક કરવામાંં આવશે અને 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચો : મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં રૂપિયા 2 અબજની ડુંગળીનું ખરીદ વેચાણ થયું

ABOUT THE AUTHOR

...view details