ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ કમિશ્નરે મનપાના વોર્ડ ઓફિસરોને કારની કરી ફાળવણી - problem of people

રાજકોટ મનપા કમિશ્નરે વોર્ડ ઓફિસરોને શહેરીજનોની સમસ્યાઓનું વધુમાં વધુ નિરાકરણ થાય તે માટે કારની ફાળવણી કરી છે. કારની ફાળવણી કરી હોવા છતાં પણ જિલ્લાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મનપા કમિશ્નરે કારની કરી ફાળવણી
મનપા કમિશ્નરે કારની કરી ફાળવણી

By

Published : Mar 11, 2021, 10:54 PM IST

  • મનપા કમિશ્નરે કારની કરી ફાળવણી
  • કારની ફાળવણી છતાં પણ સમસ્યાઓ યથાવત
  • સમસ્યાઓનું નિવારણ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો

રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલે શહેરના 17 જેટલા વોર્ડ ઓફિસરને કારની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યત્વે શહેરના અલગ-અલગ વિસ્તારમાં દબાણો, ગંદકી જેવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ થાય તેમજ વોર્ડ ઓફિસર દરરોજ પોતાના વિસ્તારના ફિલ્ડમાં જઈ શકે તે માટે મનપા કમિશ્નરે કારની ફાળવણી કરી છે, પરંતુ ઓફિસરોને કાર ફાળવી હોવા છતાં પણ શહેરની પરિસ્થિતિ હજુ પહેલા જેવી જ જોવા મળી રહી છે. માત્ર મનપાની તિજોરીનો ખર્ચ વધ્યો છે. જ્યારે શહેરીજનો હજુ પણ અનેક સુવિધાઓથી વંચિત જીવ મળી રહ્યા છે.

આ પણ વાંચો:રાજકોટના નવનિયુક્ત કોર્પોરેટરોએ આજીડેમમાં નર્મદા-નીરનાં કર્યા વધામણાં

મનપાને એક અધિકારી પાછળ મહિને 30 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ

સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાએ અલગ-અલગ વોર્ડના ઓફિસરોને ફિલ્ડમાં જવા માટે 2000 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવતું હતું. જેની જગ્યાએ શહેરીજનોની સમસ્યાઓનું વધુમાં વધુ નિરાકરણ થાય તે માટે કમિશ્નરે આ ઓફિસરોને કારની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ કાર આપ્યા બાદ મનપાને એક અધિકારી પાછળ મહિને 30 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. વોર્ડ ઓફિસર કક્ષાના અધિકારીઓને કાર આપી દેવાનાં પગલે મનપાને મહિને લાખો રૂપિયાનો ખોટા ખર્ચ થઈ રહ્યા હોવાની મનપામાં ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો:રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો

કારને લઈને દર મહિને રૂ.5.10 લાખનો ખર્ચ

કોરોનાની મહામારીને લઈને ગયા વર્ષે કોર્પોરેશનની આવકમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક અને પાયાની સુવિધાઓનો અભાવ જીવ મળી રહ્યો છે. એવામાં રાજકોટ મનપા દ્વારા વોર્ડના ઓફિસરોને ફિલ્ડમાં જવા માટે કારની ફાળવણી કરવામાં આવતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે, મનપા દ્વારા શહેરીજનોની સમસ્યાઓના નિવારણ માટે કારની ફાળવણી કરવામાં આવી છતાં પણ સમસ્યાઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details