ગુજરાત

gujarat

ETV Bharat / city

આ વીડિયો પરથી જ ખબર પડી જાય છે કે, રાજકોટમાં મહિલાઓ કેટલી સુરક્ષિત, જૂઓ - Harsh Sanghvi on Nurse Teasing

રાજકોટમાં નશામાં ચૂર દારૂડિયાએ હોસ્પિટલના નર્સની જાહેરમાં છેડતી કરી (Teasing a nurse in public in Rajkot) હતી. સાથે જ તેણે નર્સને ટપોટપ 10થી વધુ તમાચા પણ ઝીંકી દીધા હતા. જોકે, બાદમાં આસપાસના લોકોએ આ નર્સને બચાવી હતી.

આ વીડિયો પરથી જ ખબર પડી જાય છે કે, રાજકોટમાં મહિલાઓ કેટલી સુરક્ષિત, જૂઓ
આ વીડિયો પરથી જ ખબર પડી જાય છે કે, રાજકોટમાં મહિલાઓ કેટલી સુરક્ષિત, જૂઓ

By

Published : May 11, 2022, 9:00 AM IST

રાજકોટઃ રાજ્યમાં યુવતીઓ સલામત છે તેવા મોટા મોટા દાવા કરતી સરકાર અને તંત્રની પોલ રાજકોટમાં ખૂલી ગઈ છે. અહીં અવારનવાર અસામાજિક તત્વો લોકો પર હુમલો અને મહિલાઓની છેડતી કરી (Teasing a nurse in public in Rajkot) રહ્યા છે. આવી જ રીતે શહેરના મંગળા રોડ પરથી પસાર થઈ રહેલી હોસ્પિટલની નર્સ પર એક દારૂડિયાએ હુમલો કર્યો હતો. આ દારૂડિયાએ નર્સની છેડતી કરી તેને 10થી વધુ તમાચા માર્યા હતા.

નર્સની જાહેરમાં છેડતી

નર્સની જાહેરમાં છેડતી - આ દારૂડિયાએ જાહેરમાં નર્સને અડપલાં કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, નર્સે પણ દારૂડિયાને સામે તમાચા માર્યા હતા. તેમ છતાં દારૂડિયાએ નર્સનો પીછો છોડ્યો નહતો અને જાહેરમાં છેડતી કરી (Teasing a nurse in public in Rajkot) હતી. જોકે, તે જ સમયે આસપાસના લોકોએ એકઠાં થઈને દારૂડિયાને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો-હદ સે...! 65 વર્ષના કપાતરની હરકતથી ચાર વિદ્યાર્થિનીઓની આંખમાં ભર બજારે ગંગા નિકળી

રાહદારીઓએ દારૂડિયાને ચખાડ્યો મેથીપાક - આ CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આટઆટલું થયા પછી પણ દારૂના નશામાં ચૂર આધેડે નર્સના અડપલાં કરવાનું ચાલુ રાખ્યું હતું. એટલે રાહદારીઓ મહિલા નર્સની મદદે આવી ગયા હતા અને આધેડને અટકાવ્યો હતો. તેમ છતાં પણ દારૂના નશામાં બેફામ બનેલો આધેડ રાહદારીઓ સાથે પણ ઝઘડવા લાગ્યો હતો. આથી રાહદારીઓએ તેને લાકડીથી મારી સાન ઠેકાણે લાવી હતી. જોકે, હાલ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેના કારણે રાજકોટ એ ડિવિઝન પોલીસે (Rajkot A Division Police) વિજય પ્લોટમાં રહેતા 45 વર્ષીય ભાવેશ બિજલ ઝરિયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો-Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, યુવતીની છેડતી સહિતના કયા ગુના નોંધાયા જાણો

ગ્રીષ્મા હત્યાકાંડ થતા રહી ગયો - રાજકોટ શહેરની આ ઘટના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ (Gujarat Pradesh Congress Vice President Gayatriba Vaghela) જણાવ્યું હતું કે, સદનસીબે આ શખ્સથી દિકરીની લાજ બચી ગઈ છે. નહીંતર તાજેતરની સુરત ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા શું વાર લાગત?

પોલીસ આરોપીને નહીં છોડે -તો રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi on Nurse Teasing) સુરતની ઘટના અંગે કહ્યું હતું કે, બહેન-દીકરીઓની છેડતી કરનારાને પોલીસ છોડશે નહી અને આકરી સજા કરશે. ત્યારે પોલીસ કમિશનર વિહોણા રાજકોટ શહેરની આજની આ ઘટના બાબતે સરકાર પોલીસ અને ભાજપના કહેવાતા પાણીદાર નેતાઓ શું પગલાં લેશે? તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ (Gujarat Pradesh Congress Vice President Gayatriba Vaghela) જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details