ગુજરાત

gujarat

By

Published : Jul 23, 2021, 5:47 PM IST

ETV Bharat / city

આજે ગુરુપૂર્ણિમા: અપૂર્વમુની સ્વામીએ આપ્યો મહત્વનો સંદેશ

હિન્દૂ ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસનું અનેરું મહત્વ માનવામાં આવે છે. ત્યારે આજના દિવસે ખાસ શિષ્યો પોતાના ગુરુને યાદ કરે છે તેમજ તેમની અર્ચના કરતા હોય છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજના ગુરુપૂર્ણિમાના દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ કાલાવડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો પોતાના ગુરુજીના આર્શિવાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા.

અપૂર્વમુની સ્વામી
અપૂર્વમુની સ્વામી

  • ભારતીય સંસ્કૃતિ મુજબ અનેરું મહત્વ
  • અપૂર્વમુની સ્વામીએ ગુરુપૂર્ણિમા નિમિતે ખાસ સંદેશ આપ્યો
  • ઓનલાઈન ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

રાજકોટ: આજે ગુરુપૂર્ણિમા છે. ત્યારે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજના દિવસે ગુરુ ગમે ત્યાં હોય પરંતુ શિષ્ય પોતાના ગુરુના આશીર્વાદ લેવાનું અચૂક યાદ રાખતા હોય છે. જ્યારે હવે ટેકનોલોજીના માધ્યમથી પણ ગુરુજીના વર્ચ્યુઅલ દર્શન આજના આધુનિક યુગના શિષ્ય મેળવતા થયા છે. ત્યારે આજે 23 જુલાઈના રોજ રાજકોટ કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુની સ્વામીએ ગુરુપૂર્ણિમા નિમિતે ખાસ સંદેશ આપ્યો હતો. કોરોનાને ધ્યાનમાં રાખીને આજના દિવસની સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.

અપૂર્વમુની સ્વામી

આ પણ વાંચો- ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે

ગુરુપૂર્ણિમાની ઓનલાઈન અનોખી ઉજવણી

ભારતમાં છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી કોરોનાની મહામારી છે. ત્યારે હવે મોટાભાગના તહેવારો ધીમેધીમે આપણે ઓનલાઈન ઉજવણી કરતા જઈએ છીએ. જેનાથી કોઈ પણ જગ્યાએ મોટી ભીડ એકઠી ન થાય અને લોકોને પણ આ ઓનલાઈન માધ્યમથી તમામ વસ્તુઓનો લાભ મળી શકે. ત્યારે આજે રાજકોટમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઓનલાઈન ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેનો અનેક હરિ ભક્તોએ લાભ લીધો હતો અને પોતાના ઘરે જ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details