ગુજરાત

gujarat

ETV Bharat / city

Survey Of Saurashtra University: શું તમને કોઈના મૃત્યુથી લાગે છે ભય.... - મનોવિજ્ઞાન ભવનનો સર્વે

મૃત્યુંના સનાતન સત્યને સ્વીકારવા માટે દરેક લોકોમાં સહન કરવાની શક્તિ હોતી નથી, ધણી વખત વ્યક્તિ કોઈના મૃત્યુંના સમાચાર સાંભળીને, પોતાના પરિવારજનો વિશે વિચારીને ચિંતિત થઈ જાય છે,અને સતત એ ભયમાં જીવતું રહે છે. મૃત્યુનો ભય એ સતત ઘણા લોકોના મનમાં હાવી થતો જોવા મળ્યો, જેના કારણે મનોવિજ્ઞાન ભવનના ડૉ.ધારા આર. દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્બારા 720 લોકો પર સર્વે (Survey Of Saurashtra University) કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું કે કોઈ અન્યના મૃત્યુના સમાચાર સાંભળી (Fear Of Someone's Death) તેમને પણ ક્યાંક મૃત્યુનો ભય અનુભવાય છે?

Survey Of Saurashtra University: શું તમને કોઈના મૃત્યુથી લાગે છે ભય....
Survey Of Saurashtra University: શું તમને કોઈના મૃત્યુથી લાગે છે ભય....

By

Published : Dec 8, 2021, 2:25 PM IST

રાજકોટ :-મૃત્યુ એ એક સનાતન સત્ય છે, પરંતુ એ સત્ય સ્વીકારવા માટેની દરેક લોકો પાસે સહન શક્તિ હોતી નથી. ઘણી વખત વ્યક્તિ પોતાના અંગત લોકોના મૃત્યુ સમયે પણ ત્યાં હાજર ન રહી શકતા હોય તેવો ગીલ્ટ તેઓ અનુભવાતા હોય છે. મૃત્યુના ભયથી મોટા તો ઠીક નાના બાળકો પણ બાકાત નથી, જેમ કે એક સાતમાં ધોરણમાં ભણતું બાળક જયારે તેના માતા પિતા ઘરની બહાર નીકળે ત્યારે ભય અનુભવી મારા મમ્મી અને પપ્પા મને મૂકી જતા રહેશે તો! એ ભયે સાથે સતત જીવતું.

મનોવિજ્ઞાન ભવનના ડોક્ટરોએ 720 લોકો પર કર્યો સર્વે

મૃત્યુનો ભય એ સતત ઘણા લોકોના મનમાં હાવી થતો જોવા મળ્યો, જેના કારણે મનોવિજ્ઞાન ભવનના ડૉ.ધારા આર. દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્બારા 720 લોકો પર સર્વે (Survey Of Saurashtra University) કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું કે કોઈ અન્યના મૃત્યુના (Fear Of Someone's Death) સમાચાર સાંભળી તેમને પણ ક્યાંક મૃત્યુનો ભય અનુભવાય છે?

સર્વેમાં મળેલ માહિતી આ મુજબની છે.

  • નિષેધક વિચારો અને મૃત્યુના સમાચારોથી ડર અનુભવાય છે? જેમાં 66.7% એ હા અને ૩૩.૩% એ ના જણાવ્યુ
  • ત્રીજી લહેરની ભયાનક લહેર આવશે એવું સાંભળીને 70.2% લોકો ભય અનુભવે છે
  • અડધી રાત્રે મોબાઈલની રીંગ વાગે તો 60%લોકો અમંગળના એંધાણ સમજે છે
  • કોઈ નજીકના સગા સબંધીના મૃત્યુ પછી 81.18%લોકો સતત ભય અનુભવે છે
  • હું મૃત્યુ વિશે ભાગ્યે જ વિચારું છુ, કારણ કે હું મૃત્યુથી ખુબ ડરુ છુ જેમાં 60% લોકોએ સહમતી દર્શાવી
  • પાડોશીમાં કોઈનું મૃત્યુ થયું હોય તો, 70% લોકોએ જણાવ્યું કે, હું ખુબ જ અસ્વસ્થ રહું છુ
  • કોઈના મૃત્યુ પછી તે આત્માનું શું થયું હશે, એ વિચારીને 63%લોકોને ધ્રુજારી અનુભવાય છે
  • કોઈનો મૃતદેહ જોયો હોય તો, 72% એ સ્વીકાર્યું કે તે ઘણા દિવસો સુધી અસ્વસ્થ રહે છે
  • વહેલી સવારે ખરા બપોરે અને મોડી રાત્રે ફોન આવે તો 54% એ સ્વીકાર્યું કે તે અને તેમનો પરિવાર બેબાકળા બની જાય છે
  • કોઈનું મૃત્યુ થયાનું જાણ્યા પછી ઘરના લોકોના પણ મૃત્યુના વિચારો આવવા લાગે છે, જેમાં 81% લોકોએ હા જણાવી

મનોવિજ્ઞાન ભવનમાં આવેલ મ્રત્યુના ભય અંગેના કેસનું વર્ણન

કેસ 1:

એક 58 વર્ષના બહેને જ્યારથી સાંભળ્યું કે, કોરોનાનો નવો વેરીયન્ટ જોખમી છે, ત્યારથી સતત તેમના વર્તનમાં પરિવર્તન જોવા મળ્યું હતું, પોતાના સંતાનોને વિદેશ ભણવા દેવા પણ તેમને મોકલવા નથી માંગતા બસ એક જ રટણ સતત શરુ છે કે, અમે અહી મરી ગયા તો છેલ્લે અમારા બાળકોનું મોઢું પણ ન જોઈ શકીએ અને કોણ અમારી ચિતાને અગ્નિ દેશે? બસ આ ભયથી તેઓ સતત પીડાયા કરતા હતા.

કેસ 2:

એક વિદ્યાર્થી જે સતત એક્ટીવ રહેતી પરંતુ તેણે પોતાના શિક્ષકના માતાના અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારથી એકદમ શાંત બની જતા અન્ય શિક્ષકો દ્વારા તે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું તો, એકદમ રુદન સાથે તે વિદ્યાર્થીએ જણાવ્યું કે, આ રીતે મારા માતા પિતા કે કોઈ ઘરના સભ્યો જતા રહેશે તો હું કેમ જીવીશ? મરે ભણવાનું મૂકી તેમની પાસે જતું રહેવું છે. ખુબ સમજાવ્યા અને સતત તેને વાતો દ્વારા હૂફ આપ્યા બાદ ધીરે ધીરે તે સ્વસ્થ થવા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચો:

Survey Of Saurashtra University: શું તમને પણ થાય છે આવું ? આ ક્રોનીક સ્ટ્રેસ તો નથી ને..!

સર્વે: ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે

ABOUT THE AUTHOR

...view details