ગુજરાત

gujarat

ETV Bharat / city

સુબ્રમણ્યમ સ્વામીના રાહુલ વિરુદ્ધ નિવેદન મુદ્દે રાજકોટ કોંગ્રેસ આક્રમક, પૂતળાદહન કર્યું - Subramanian Swamy

રાજકોટઃ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કરેલા નિવેદન બદલ કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ શહેરના કોર્પોરેશન ચોક ખાતે સ્વામીનું પૂતળું બાળવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતા કોંગી કાર્યકર્તાઓએ માત્ર પૂતળાનો કેટલોગ ભાગ બાળીને સંતોષ માન્યો હતો.

પૂતળાદહન કર્યું

By

Published : Jul 8, 2019, 7:20 PM IST

ભાજપના દીગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામી અવારનવાર તેમના વિવાદિત નિવેદનના કારણે વિવાદમાં ફસાય છે. ત્યારે તાજેતરમાં જ રાહુલ ગાંધી અંગે તેમને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને કોંગી કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે સ્વામીનું પૂતળું બાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી.

સુબ્રમણ્યમ સ્વામીના રાહુલ વિરુદ્ધ નિવેદન મુદ્દે રાજકોટ કોંગ્રેસ આક્રમક

ABOUT THE AUTHOR

...view details