ગુજરાત

gujarat

રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને આયખુ ટુંકાવ્યું

છેલ્લા કેટલાક દિવસોથી બોર્ડ અને કોલેજની પરીક્ષાઓ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓના આપઘાતના અહેવાલો સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે નાપાસ થવાના ડરથી સવારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી. 10 દિવસ સુધી તેની સારવાર ચાલી રહી હતી અને ગઈકાલ રાત્રે તેનું મોત થયું હતું.

By

Published : Apr 8, 2022, 1:28 PM IST

Published : Apr 8, 2022, 1:28 PM IST

રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને આયખુ ટુંકાવ્યું
રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને આયખુ ટુંકાવ્યું

રાજકોટ : ચોંટીલાના ખેરાણા ગામે રહેતી પ્રીતિ રમેશભાઈ મકવાણાએ પોતાના ઘરે તા.28/03ના સવારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ 10 દિવસની સારવાર બાદ તેનું ગઈકાલે મોડીરાત્રે મોત નીપજ્યું હતું. પ્રીતિ સણોસરામાં આવેલી મોડેલ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી.

પરીક્ષાના ડરથી મોતને કર્યું વ્હાલું -ધો.12માં અભ્યાસ કરતી પ્રીતિની તા.28/03ના રોજ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને પહેલુ પેપર હતું તે જ દિવસે સવારે ઉઠી પરીક્ષામાં નાપાસ થઈસ તો તેવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ પિતાને કહ્યું કે પપ્પા મેં ઝેરી દવા પી લીધી છે. જેથી પરિવારે પ્રીતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તેનું સારવારમાં ગઈકાલે મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details