- રાજકોટમાં પોલીસ પર થયો પથ્થરમારો
- બુટલેગરને પકડવા જતા સમયે બની ઘટના
- 5 મહિલા સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ
રાજકોટઃ શહેરમાં પોલીસ ગાડી પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે 5 મહિલા સહિત 10 ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. ઘટના બુધવાર રાતની છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, મોટમવા નજીક આવેલી નવદુર્ગા સોસાયટીમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર વિદેશી દારૂનું વેંચાણ કરે છે. જેના આધારે પોલીસ બુટલેગરને પકડવા માટે ગઈ હતી. ત્યારે તેમના પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં બુટલેગરને પકડવા જતા પોલીસ પર પથ્થરમારો દરોડો પાડતા સમયે પોલીસ પર થયો પથ્થર મારો
યુનિવર્સિટી પોલીસને બાતમી મળી હતી જેના આધારે મોટામવા ગામ નજીક આવેલી નવદુર્ગા શેરી નંબર 3માં દરોડો પાડ્યો હતો. તેમજ અહીંથી ત્રણ જેટલા બુટલેગરોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ કામગીરી કરીને આરોપીઓને લઈ જઈ રહી હતી. તે સમયે અચાનક વિસ્તારની મહિલાઓ સહિતના ટોળાએ પોલીસની જીપ પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ મામલે પોલીસે 5 મહિલાઓ સહિત 10 ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
રાજકોટમાં બુટલેગરને પકડવા જતા પોલીસ પર પથ્થરમારો પોલિસે 57 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
યુનિવર્સિટી પોલીસે દારૂ મામલે અંકીત પરમાર, સિદ્ધાર્થ વાઘેલા અને ધર્મદીપ વાધેલા આ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ ઈસમોએ તેમના સંબંધી રતીલાલ વાઘેલાની ઓરડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને તેનું વેચાણ કરતાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ બાતમીના આધારે દરોડા પાડવા સ્થળ પર પહોંચી હતી. જે દરમિયાન આ ઘટના બની હતી. જો કે પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, એક્ટીવા અને મોબાઈલ સહિત 57 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.