ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યનો કોરોનાનો પ્રથમ દર્દી ડિસ્ચાર્જ, પણ ત્યાં 30થી વધારે કોરોના પોઝિટિવ... - jrajkot news

રાજકોટમાં રાજ્યનો કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. હાલ તે દર્દી સ્વસ્થ થઈ જતાં રાજકોટ આરોગ્ય તંત્રમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ધીમે ધીમે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કર્યો અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 30થી વધુ કોરોનાના પોઝિટિવ દર્દીઓ છે. જાણો સમગ્ર અહેવાલ...

રાજ્યનો કોરોનાનો પ્રથમ દર્દી ડિસ્ચાર્જ
રાજ્યનો કોરોનાનો પ્રથમ દર્દી ડિસ્ચાર્જ

By

Published : Apr 22, 2020, 5:09 PM IST

Updated : Apr 22, 2020, 6:40 PM IST

રાજકોટઃ ગુજરાતના પ્રથમ કોરોના પોઝિટિવ કેસના દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર બાદ વિધિવત રીતે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો નદીમ નામનો યુવક UAEના પ્રવાસ બાદ રાજકોટ આવ્યો હતો, ત્યારબાદ તારીખ 17ના રોજ તેને કોરોનાના લક્ષણો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 18મી તારીખે તેનો કોરોનાનો ટેસ્ટ જામનગરની લેબમાંથી પોઝિટિવ આવ્યો હતો.

રાજ્યનો પ્રથમ કોરોના દર્દી હાલ ડિસ્ચાર્જ, પણ ત્યાં 30થી વધારો કોરોના પોઝિટિવ...

જ્યારે બીજી વખત તારીખ 19ના રોજ પુના ખાતેથી લેબમાંથી પણ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર કરવામાં આવી હતી. અંતે 14 દિવસની સઘન સારવાર બાદ અને રાજકોટ આરોગ્ય વિભાગની ભારે જહેમત બાદ નદીમ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. જ્યારે નદીમ સ્વસ્થ થતા તેના 5 અલગ અલગ રિપોર્ટ પણ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી બે કોરોનાના નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેને વિધિવત રીતે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યનો પ્રથમ કોરોના દર્દી હાલ ડિસ્ચાર્જ, પણ ત્યાં 30થી વધારો કોરોના પોઝિટિવ...

આમ, રાજકોટમાં રાજ્યનો પ્રથમ કોરોનાનો દર્દી સ્વસ્થ થઈ જતા રાજકોટ આરોગ્ય તંત્રમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ધીમે ધીમે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કર્યો હતો અને હાલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 30થી વધુ કોરોનાના પોઝિટિવ દર્દીઓ છે. રાજ્યનો સૌથી પહેલો કોરોનાનો દર્દી પણ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ જોવા મળ્યો હતો અને ત્યારબાદ આ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ અહીં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ અહીં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને જંગલેશ્વરમાં રહેતા અલગ અલગ શેરીઓના લોકોના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં પ્રથમ બે પછી જેમ જેમ વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા એમાંથી પોઝિટિવ કેસની સંખ્યા વધવા માંડી હતી.

હાલ રાજકોટમાં કોરોનાન પોઝિટિવ કેસની વાત કરીએ તો અત્યારે કુલ 42 કેસ છે એમાં એક ગ્રામ્ય વિસ્તારોનો કેસ છે. આ 42 કેસમાંથી 30 કરતા વધારે કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના જ હોવાનું સામે આવ્યું છે. જંગલેશ્વરમાં 11 દિવસની બાળકીથી માંડીને વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. જ્યારે આમાં મોટાભાગના લોકોમાં કોરોનાના લક્ષણ પણ નથી જોવા મળ્યા, એવા લોકોને પણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ જોવા મળી રહી છે.

હાલ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. તેમજ દરરોજ એકથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજકોટમાં અત્યાર સુધીની કોરોનાની કામગીરીની વાત કરીએ તો રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1501 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 1208 અને ગ્રામ્યના 194 જ્યારે અન્ય જિલ્લાઓના 99 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 41 અને 1152 લોકોના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

ગ્રામ્યમાં 1 પોઝિટિવ અને 191 જેટલા દર્દીઓને કોરોના નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય જિલ્લાઓના 99 જેટલા દર્દીઓના રિપોર્ટમાંથી 1 પોઝિટિવ આવ્યો હતો અને 95 જેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. જેમાંથી 2 દર્દીઓના હાલ રિપોર્ટ પેન્ડિગ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 9 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે હજુ સુધી રાજકોટમાં કોરોનાથી કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજકોટના આઈસલેશન વિભાગમાંથી અત્યાર સુધીમાં 1450 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

હાલ રાજકોટમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ જંગલેશ્વર વિસ્તારમાં હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા અહીં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ પોલીસ પણ અહીં ઘોડાપર, ડ્રોન દ્વારા અને ફિટ પેટ્રોલીંગ પણ ચુસ્તપણે કરી રહી છે. જંગલેશ્વરના લોકો પણ પોલીસને કર્ફ્યુમાં સહકાર આપી રહ્યાં છે, પરંતુ એક જ વિસ્તારમાં 30થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ મુંજવણમાં મુકાયું છે. જંગલેશ્વર વિસ્તારમાં જે પણ પોઝિટિવ કેસ આવ્યા છે તેમાં મોટાભાગના કેસ સંકમણના કારણે આવ્યા છે. તેમજ અહીં દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી નથી. લોકો લોકડાઉનનું પાલન કરવા છતાં અહીં કોરોનાન પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા 120 જેટલી ટીમ ઉતારીને લોકોના મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે અન્ય વિસ્તારોમાં એકથી બે કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, પરંતુ હજુ એવા ઘણા વિસ્તાર છે, જ્યાં કોરોનાએ પગપેસારો કર્યો નથી. રાજકોટ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીના કારણે રાજકોટમાં કોરોના હજુ વકર્યો નથી.

Last Updated : Apr 22, 2020, 6:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details