ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ - રાજકોટ સિટી પોલીસ

રાજકોટમાં ચૂંટણી પુરી થતા જ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. દારૂ પીવા જેવી બાબતે ત્રણ શખ્સો વચ્ચે માથાકૂટ થતા હત્યા કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પથ્થરના ઘા મારીને કરી હત્યા
પથ્થરના ઘા મારીને કરી હત્યા

By

Published : Mar 4, 2021, 8:15 AM IST

Updated : Mar 4, 2021, 4:38 PM IST

  • રાજકોટમાં હત્યાનો બનાવ આવ્યો સામે
  • પથ્થરના ઘા મારીને કરી હત્યા
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજકોટ: જિલ્લામાં હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો વિત્યા છે, ત્યારે રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક નજીક અન્ડર બ્રિજ નીચેથી અજાણ્યા આધેડની હત્યા થયાની વાત સામે આવતા રાજકોટ એ-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલિસ તપાસમાં આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો ત્યારે પોલીસે વધુ તપાસ કરતા હત્યા કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. આધેડના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી બે શખ્સોએ મળીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે. હત્યાની જાણ થતા એ-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલિસે હાલ મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:રાજકોટમાં રોણકી ગામે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હત્યાનું કારણ અકબંધ

દારૂ પીવા બાબતે ત્રણ શખ્સો વચ્ચે માથાકૂટ થતા હત્યા કરી હોવાની શક્યતા

રાજકોટમાં જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેમ રાજકોટમાં સમી સાંજે જાહેરમાં હત્યા થયાનું આવું સામે આવ્યું છે. ત્યારે હત્યા કરવાનું મુખ્ય કારણ દારૂ પીવા બાબતે ત્રણ શખ્સો વચ્ચે માથાકૂટ થતા હત્યા કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ પોલીસ DCP મનોહરસિંહ જાડેજા, ACP એસ.આર.ટંડેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો વધુ તપાસ હાથ ધરશે.

રાજકોટમાં હત્યાનો બનાવ આવ્યો સામે
Last Updated : Mar 4, 2021, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details