ગુજરાત

gujarat

ETV Bharat / city

લ્યો બોલો, ઓક્સિજનના બાટલા સમજી તસ્કરો નાઇટ્રોજનના બાટલા ઉઠાવી ગયા

રાજકોટમાં એક ગોડાઉનમાંથી તસ્કરોએ બધા ઓક્સિજનના બાટલા સમજી ઓક્સિજનના 1 બાટલા સહિત નાઈટ્રોજનના 2 અને હાઈડ્રોજનનો 1 બાટલાની ચોરી કરી હતી. આ ચોરી મામલે રાજકોટ પોલીસે આ બાટલાઓ ન ખરીદવાની સોશિયલ મીડિયા પર અપીલ કરી છે.

By

Published : Apr 20, 2021, 12:41 PM IST

લ્યો બોલો, ઓક્સિજનના બાટલા સમજી તસ્કરો નાઇટ્રોજનના બાટલા ઉઠાવી ગયા
લ્યો બોલો, ઓક્સિજનના બાટલા સમજી તસ્કરો નાઇટ્રોજનના બાટલા ઉઠાવી ગયા

  • તસ્કરોએ નાઈટ્રોજન, ઓક્સિજનની અને હાઈડ્રોજનના બાટલાની ચોરી કરી
  • રાજકોટ પોલીસેની અપીલ, આવા વ્યક્તિઓ પાસેથી ઓક્સિજનનો બાટલો લેવો નહીં
  • ગોડાઉનના માલીક પરાગ આશરેએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજકોટઃકોરોનાની મહામારી વચ્ચે હિરા-ઝવેરાતથી પણ વધુ અલભ્ય પ્રાણવાયુ સાબિત થઈ રહ્યો છે. ત્યારે, રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલ ગોડાઉનના તાળા તોડી તસ્કરો ઓક્સિજનના બાટલા સમજીને ઈન્ડસ્ટ્રીઝમાંથી 2 નાઈટ્રોજન, 1 ઓક્સિજનની અને 1 હાઈડ્રોજનના બાટલાની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા આ મામલે અપીલ કરવામાં આવી છે કે કોઈએ આવા વ્યક્તિઓ પાસેથી ઓક્સિજનનો બાટલો લેવો નહીં.

આ પણ વાંચો:રાજકોટના ધારાસભ્ય દ્વારા કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર વિતરણ શરૂ કરાયું

ઓક્સિજનના બદલે નાઇટ્રોજનના બાટલા ઉઠાવ્યા

રાજકોટના યાજ્ઞિક રોડ નજીક વિવેકાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પરાગ હરગોવિંદ આશરે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં, તેનું ભાવનગર રોડ પર મયુરનગરમાં બાળકૃષ્ણ કોલ ઈન્ડસ્ટ્રીઝ નામનું ગોડાઉન આવ્યું છે. આ ગોડાઉનમાં અજાણ્યા તસ્કરોએ તાળાં તોડી 2 નાઈટ્રોજન, 1 ઓક્સિજનની અને 1 હાઈડ્રોજનના મળી કુલ 20 હજાર રૂપિયાની કિંમતના 4 બાટલા ઉઠાવી ગયા હતા. જેમાં, 4માંથી 1 નાઈટ્રોજનનો બાટલો જ ભરેલ હોય અને અન્ય 3 ખાલી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:કુંભમેળામાંથી રાજકોટ પરત આવેલા 147 યાત્રિકોમાંથી 13 લોકો કોરોના પોઝિટિવ

પોલીસે લોકોને કરી અપીલ

સમગ્ર ઘટના મામલે પોલીસ મથકના PI દ્વારા હાલની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ઓક્સિજનના બાટલાના ચક્કરમાં તસ્કરો કોઈને નાઈટ્રોજનનો બાટલો ન વેંચે તે માટે સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને અપીલ કરી હતી. જ્યારે, તત્કાલ CCTV ફૂટેજના આધારે તસ્કરોને ધરપકડ કરવાની તેમજ તેની વધુ પૂછતાછ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details