- રાજકોટની કોવિડ શિવાનંદ હોસ્પિટલમાં આગ
- આગની ઘટનામાં 5 દર્દીના થયા મોત
- રાજકોટ પોલીસે તપાસ માટે બનાવી SIT
રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ SIT કરશે - રાજકોટ પોલીસ કમિશનર
રાજકોટના મવડી નજીક આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 5 દર્દીના મોત થયા છે, જેને લઈને ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક કક્ષાએ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આગની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સીધી જ દેખરેખ રાખે છે.
રાજકોટ: હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 દર્દીના મોત થયા છે, જેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં અધ્યક્ષ તરીકે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, સભ્ય તરીકે દક્ષિણ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર જે. એસ. ગેડમ તેમ જ SOG પીઆઈ વાય. આર. રાવલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ આગ મામલે થયેલી તપાસ પર સીધી જ દેખરેખ રાખશે. તેમ જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ ઉંડાણપૂર્વક થાય તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન પણ પોલીસને પૂરું પાડશે.