- રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો
- શહેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી હોય તેવી શક્યતા
- ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓક્સિજનની અછત જોવા મળી
રાજકોટઃશહેરની સિવિલ હોસ્પિટલ બહાર ચૌધરી ગ્રાઉન્ડમાં આજે ગુરૂવારે કોરોના દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. અહીં દરરોજ, અંદાજે 70થી 80 જેટલા ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. જેમાં, આજે રાહત સર્જાય છે. ગુરૂવારે, કોવિડ હોસ્પિટલ બહાર માત્ર 10થી 12 જેટલી ગાડીઓ જ લાઈનમાં જોવા મળી હતી. જે જોઈને લાગી રહ્યું છે કે, રાજકોટમાં ધીમેધીમે કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. પરંતુ, રાજકોટમાં હજુ પણ ઓક્સિજનની અછત ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીનો કર્યો સર્વે, ચોંકાવનારા ખુલાસા