ગુજરાત

gujarat

ETV Bharat / city

school reopen in gujarat 2021 : રાજકોટમાં ધો.1થી 5ના વર્ગ શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ - બાળકોને સ્કૂલે મોકલવાનો વાલીઓનો સમંતિપત્ર

કોરોના મહામારી ( Corona Pandemic ) હળવી થતાં રાજ્ય સરકારે લાંબા સમય બાદ ધોરણ 1 થી 5ની ઓફલાઈન શાળાઓ શરૂ ( school reopen in gujarat 2021 ) કરવાનો નિર્ણય ગઇકાલે જાહેર કર્યો હતો. ત્યારે આજથી રાજ્યમાં વિવિધ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયાં છે. જેને લઈને આજે ( Rajkot school reopen date ) પ્રથમ દિવસે રાજકોટમાં ( Rajkot school reopen ) વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

school reopen in gujarat 2021 : રાજકોટમાં ધો.1થી 5ના વર્ગ શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
school reopen in gujarat 2021 : રાજકોટમાં ધો.1થી 5ના વર્ગ શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

By

Published : Nov 22, 2021, 4:45 PM IST

  • રાજકોટમાં ધો.1થી 5ની શાળાઓના વર્ગો શરુ
  • પ્રત્યક્ષ શિક્ષણ માટે ઉત્સાહથી શાળાએ આવ્યાં બાળકો
  • કોરોનાના કારણે વર્ષથી વધુ સમયથી બંધ હતું શાળે શિક્ષણ

રાજકોટઃ કોરોના મહામારીના ( Corona Pandemic ) કારણે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી શાળા-કોલેજો બંધ હતી. ત્યારે પ્રથમ ધોરણ 12 અને કોલેજો ઓફલાઇન શરૂ કર્યા બાદ ધીમે ધીમે માધ્યમિક અને ત્યારબાદ પ્રાથમિક અને હવે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ ( school reopen in gujarat 2021 ) કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટમાં ( Rajkot school reopen date ) પણ આજે મોટી સંખ્યામાં ધોરણ 1 થી 5ની વિવિધ શાળાઓ શરૂ થઈ હતી.

શિક્ષકોએ વિદ્યાર્થીઓને આવકાર્યા

રાજકોટમાં આજથી ધોરણ 1 થી 5ની વિવિધ શાળાઓ શરૂ ( Rajkot school reopen ) થઈ છે. ત્યારે શહેરના હનુમાન મઢી ચોક નજીક આવેલી ન્યુ એરા સ્કૂલ ( New Era School Rajkot ) આ શાળાના પ્રિન્સિપાલ રુબીના ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 20 મહિના કરતાં વધુ સમયથી ધોરણ 1 થી 5ની શાળાઓ બંધ હતી. ત્યારે આજથી ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ લોકો હાલ ખુશ છે. જ્યારે બાળકો પણ ખૂબ જ ખુશી સાથે ઓફલાઈન શાળા શરૂ થતાં હવે તેઓ શાળાએ આવતા થયા છે. આજે પ્રથમ દિવસે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે.

આજથી રાજ્યમાં વિવિધ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયાં છે

સંમતિ પત્ર માટે વાલીઓ પોઝિટિવ

ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શાળા-કોલેજોમાં ચુસ્તપણે કોરોનાનું પાલન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વાલીઓને પોતાના બાળકોને શાળા ખાતે મોકલવામાં આવશે. તે માટેનું સંમતિપત્ર ( consent letter of parents to attend school ) પણ ભરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંમતિપત્રને ( Consent letter of parents ) લઈને અનેક શંકા-કુશંકા જોવા મળી હતી પરંતુ ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ ( school reopen in gujarat 2021 ) થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની સાથે ઘરેથી જ સંમતિપત્ર લઈને આવી રહ્યાં છે. જ્યારે આ વાલીઓ પણ સંમતિપત્રને લઈને સકારાત્મક વલણ ધરાવી રહ્યાં છે.

વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સની બાબતોનો ખ્યાલ નહીં

જ્યારે ધોરણ 1 થી 5ના બાળકોની શાળાઓ ( Classes of Std. 1 to 5 started in Rajkot ) શરૂ થઈ છે ત્યારે આ બાળકો ઉંમરમાં ખૂબ જ નાના હોવાથી તેમને કોરોનાની ગાઈડલાઈન તેમજ સોશિયલ ડિસ્ટનનું પાલન કેવી રીતે કરવું આ તમામ બાબતોથી અજાણ હોય છે. ત્યારે તેઓ હવે શાળાએ આવતા ( school reopen in gujarat 2021 ) થયા છે. જેને લઇને શાળાના ટીચર સહિતના સ્ટાફ દ્વારા બાળકોને વધુમાં વધુ સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું તેમજ પોતાની વસ્તુ બીજા બાળકો સાથે કેવી શેર કરવી કે નહીં આ તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે આ બાળકોની સાથે ટીચર અને શાળાનો સ્ટાફ શાળા સમય દરમિયાન સતત હાજર રહેશે.

આ પણ વાંચોઃschool reopen in gujarat 2021 : રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું

આ પણ વાંચોઃ school reopen in gujarat 2021 : 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને એકાંતરે બોલાવવામાં આવશે, વાલીની મંજૂરી આવશ્યક

ABOUT THE AUTHOR

...view details