ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી દિવસોમાં ઓનલાઈન પરીક્ષા લેવાશે - Mass promotion

કોરોનાકાળમાં રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 10 અને ધોરણ 12ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યની યુનિવર્સિટીઓએ પણ ઓનલાઈન પરીક્ષાઓ લીધી છે અથવા તો પરીક્ષાઓ મોકુફ રાખી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

xx
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી દિવસોમાં ઓનલાઈન પરીક્ષા લેવાશે

By

Published : Jun 14, 2021, 9:05 PM IST

  • સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓનલાઈન લેવાશે પરીક્ષા
  • યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
  • MCQ પદ્ધતિથી લેવાશે પરીક્ષા

રાજકોટઃ કોરોના કાળમાં રાજ્યમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અઓવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ 6 સેમેસ્ટમાં તેમજ PGના બીજા અને ચોથા સેમેસ્ટ સિવાયના બાકીના તમામ કોર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. હવે અગામી દિવસોમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજના 6 સેમેસ્ટની અને પીજીના 2 અને 4થા સેમેસ્ટની પરીક્ષાઓ ઓનલાઈન લેશે તેવા કયાસો લગાવવામાં આવી રહ્યા છે.

MCQ આધારિત પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ

કોરોનાના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય ન જોખમાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમા ઓનલાઈન પરીક્ષાઓ યોજાય તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સેમેસ્ટ 6 અને પીજીના સેમેસ્ટ 2 અને 4થા સેમેસ્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો નથી.

આ પણ વાંચો : GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે


વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી પરીક્ષા આપી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ લેવાની તૈયારીઓ શરૂ કરી છે. જે પરીક્ષા વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ વડે જ આપી શકશે. યુનિવર્સિટી દ્વારા આ માટે MCQ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરશે.જે પેપર વિદ્યાર્થીઓ પોતાના જ મોબાઈલથી આપી શકે અને તેમને હેરાન પણ ન થવુ પડે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ મામકે યુનિવર્સિટીના સત્તાધિશોની બેઠક યોજાશે અને ત્યારબાદ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કરી શકે છે.

આ પણ વાંચો : Saurashtra University Survey : ચોટીલા ખાતે 54 ટકા ભક્તો કોરોનાની માનતા પૂર્ણ કરવા આવ્યા

ABOUT THE AUTHOR

...view details