ગુજરાત

gujarat

ETV Bharat / city

Saurashtra University Survey: વજન વધવાના ભયથી ગમતું ભોજન 81.8 ટકા સ્ત્રીઓ છોડી દીધું - Weight gain

હાલમાં લોકો પોતાના આહારને લઈને વધુ ધ્યાન આપે છે. સ્ત્રીઓ સાથે પુરુષને પણ પોતાના વજનને લઈને ચિંતા હોય છે જેની સીધી અસર તેમના ભોજન પર પડે છે. સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટમાં લોકોની ફુડ હેબીટ પર એક સર્વે કરવામાં આવ્યો છે.

Saurashtra University Survey: વજન વધવાના ભયથી ગમતું ભોજન 81.8 ટકા સ્ત્રીઓ છોડી દીધું

By

Published : Jul 7, 2021, 1:21 PM IST

  • રાજકોટમાં લોકોની ખાવાની આદતને લઈને કરવામાં આવ્યો સર્વે
  • લોકો પોતાના વજનને લઈને વધુ ચિંતીત
  • 621 લોકોનો જેમાં 321 સ્ત્રીઓ અને 300 પુરૂષોનો સર્વે

રાજકોટ: ભોજન અરુચિ એક એવો મનોદૈહિક રોગ છે કે જેમાં રોગીને ભૂખ લાગતી નથી. આ વિકૃતિમાં રોગીના શરીરનું વજન ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને અન્ય કોઈ શારીરિક રોગ વિના જ રોગીમાં ભૂખની ખામી જોવા મળે છે. આ રોગ સ્ત્રી કે પુરુષોમાં કોનામાં વધુ જોવા મળે છે એ જોવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની વરુ જિજ્ઞાએ ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન નીચે ગુગલફોર્મના માધ્યમ દ્વારા 621 લોકોનો જેમાં 321 સ્ત્રીઓ અને 300 પુરૂષો હતા. જેનો સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે આ રોગ ઓછી ઉંમરની સ્ત્રીઓમાં ખાસ કરીને 15 થી 32 વર્ષની સ્ત્રીઓમાં વધારે થતો જોવા મળે છે અને તેના કેટલાક લક્ષણો જેમ કે માસિક ધર્મનું અનિયમિત થવું. અથવા તેમાં ગડબડ થવી , હદયની ધીમી ગતિ તથા અન્ય ચયાપચયની ગડબડ મુખ્ય હોય છે.

સર્વેમાં પુછાયેલ પ્રશ્નો

1) શુ તમને વારંવાર કશું ખાવાનું મન થયા કરે છે?

69.1% ભાઈઓએ હા જણાવ્યું

30.9% બહેનોએ હા જણાવ્યું

2) શું તમને ભૂખ ન લાગતી હોય એવું અનુભવાય છે?

67% બહેનોએ હા જણાવ્યું

32.7% ભાઈઓએ હા જણાવ્યું

3) જ્યારે તમે વધુ પડતું ભોજન લો છો ત્યારે શું તમને શરીર વધી જવાનો ભય અને પસ્તાવો થાય છે?

60% બહેનોએ હા જણાવ્યું

40% પુરુષોએ હા જણાવ્યું

4) શું તમે વધુ વજનથી ગભરાઇ ગયા છો?

63.6% બહેનોએ હા જણાવ્યું

36.4% ભાઈઓએ હા જણાવ્યું

5) તમારું વજન વધી જશે એ બીકથી તમે ઘણો ખોરાક લેવાનું પસંદ કરતાં નથી?

74.5% બહેનોએ હા જણાવ્યું

25.5% પુરુષોએ હા જણાવ્યું

6) જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે પણ વજન વધી જશે એ ભયથી શુ તમે ખાવાનું ટાળો છો?

80% બહેનોએ હા જણાવ્યું

20% પુરુષોએ હા જણાવ્યું

7) શું વજન વધારવાનું ટાળવા તમે ક્યારેય ખોટી ઊલટીઓ કરી ભોજન બહાર કાઢ્યું છે?

90% બહેનોએ હા જણાવ્યું

10% ભાઈઓએ હા જણાવ્યું

8) શું તમારી લાગણીઓ તમારી ખાવાની ટેવને અસર કરે છે?

58.2% એ સ્ત્રીઓએ હા જણાવ્યું

41.8% ભાઈઓએ હા જણાવ્યું

9) સ્ત્રીઓ પોતાના દેખાવ અને સુંદરતા માટે ભોજન નું પ્રમાણ ઓછું કરે છે?

83.6% સ્ત્રીઓ એ હા જણાવ્યું

16.4%એ ના જણાવ્યું

10) નક્કી કરેલ વસ્તુઓ જ તમારા ભોજનમાં લો છો?

74.5% સ્ત્રીઓએ હા જણાવ્યું

25.5% ભાઈઓએ હા જણાવ્યું

11) વજન વધી જવાના ભયથી ગમતું ભોજન પણ ક્યારેય છોડી દીધું છે?

81.8% સ્ત્રીઓએ હા જણાવ્યું

18.2% ભાઈઓએ હા જણાવ્યું

12) તમારા આવેગોની અસર તમારા ભોજન પર થાય છે?

72.7% સ્ત્રીઓએ હા જણાવ્યું

28.3% ભાઈઓએ હા જણાવ્યું

13) તમે શું અનુભવો છો?

63.6% એ કહ્યું વધુ વજન વધુ જશે એ ભયથી ખાવાનું ટાળવું,

21.8% એ કહ્યું બહુ દુબળા છીએ એવું લાગવું,

14.5% ગમતું ભોજન લઈ લેવું

આ પણ વાંચો : Survey OF Saurashtra University : આ લોકોને થાય છે કોરોનાની વધુ અસર

કારણો

  • ભોજન અરુચિની શરૂઆત તે બાળકો કે વ્યક્તિઓમાં વધારે વિકસિત થાય છે જેમને માતા દ્વારા વધુ સુરક્ષા મળી હોય છે.
  • ભોજન અરુચિમાં કેટલાક એવા કેસ મળ્યા છે જેમાં જોવા મળ્યું છે કે રોગીના ઘરમાં અમુક વિશેષ અયોગ્ય તત્વો જેમ કે દીકરા તથા દીકરી વચ્ચે દ્વેષભાવ વગેરે જોવા મળે છે.
  • જાતીય સમાયોજનમાં ખામી તથા કુંઠિત સ્વભાવને લીધે પણ ભોજન અરુચિની વિકૃતિ ઉત્પન્ન થાય છે.
  • ખાસ કરીને સ્ત્રીઓ વધુ વજન વધી જશે તો કોઈ પસંદ નહિ કરે એ ભયથી દુબળા રહેવા આ વિકૃતિ વિકસિત કરી લે છે.
  • ટીવી અને સિરિયલના લોકોને પોતાના રોલ મોડેલ માની એ પ્રમાણેનું ફિગર રાખવામાં ઓવર ડાયેટિંગ કરી આ વિકૃતિ વિકસિત કરી લે છે.
  • સ્ત્રીઓ તણાવનું વ્યવસ્થાપન ન કરી શકે, આવેગશીલ બને ત્યારે પણ ભોજન અરુચિ ઉતપન્ન થઈ શકે.
  • અનિયમિત વિચારો, અયોગ્ય નિર્ણય, અણગમતી પરિસ્થિતિમાં સમાયોજન ન થઈ શકે ત્યારે ભોજન અરુચિ થઈ શકે.

ABOUT THE AUTHOR

...view details