ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નકલી માર્કશીટ કૌભાંડઃ 158 વિદ્યાર્થીઓ કરી ગયા કોર્સ! - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે રામભરોસે ચાલતી હોય એમ નકલી માર્કશીટના કૌભાંડ બહાર આવી રહ્યા છે. માર્કશીટ કે ડિગ્રી માન્ય નથી તેવી યુનિવર્સિટીની માર્કશીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કરી વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સ કરી ગયા છે. પણ બહાર આવ્યું નથી. ત્યારે રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની નકલી માર્કશીટના આધારે વિદ્યાર્થી એલએલબીનો કોર્સ કરી ગયો હતો અને હજુ આ શ્રીધર યુનિવર્સિટીની 14થી વધુ નકલી માર્કશીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કરીને વિદ્યાર્થીઓ કોર્સ કરી ગયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નકલી માર્કશીટ કૌભાંડઃ 158  વિદ્યાર્થીઓ કરી ગયા કોર્સ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નકલી માર્કશીટ કૌભાંડઃ 158 વિદ્યાર્થીઓ કરી ગયા કોર્સ!

By

Published : Jan 19, 2021, 1:23 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નઘરોળ વ્યવસ્થા
  • નકલી માર્કશીટ પર ભણી ગયાં 158 વિદ્યાર્થી
  • શ્રીધર યુનિવર્સિટીની નકલી માર્કશીટ રજૂ કરવા મુદ્દે તપાસ થવી જોઇએ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા શમયથી બોગસ માર્કશીટ રજૂ કરીને કોર્સ કરી ગયેલા 158 વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ સૌરાષ્ટ્રની એક કોલેજ જે યુનિવર્સિટી સંલગ્ન પણ ન હતી તે કોલેજે વિદ્યાર્થીઓને ગેરકાયદે એડમિશન પણ આપી દીધા હતા ત્યારે તમામ નકલી માર્કશીટ અંગે સિન્ડિકેટમાં ખાસ ઠરાવ પસાર કરીને તમામ માર્કશીટ રદ કરવા પણ નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ શ્રીધર યુનિવર્સિટીની નકલી માર્કશીટ રજૂ કરવા મુદ્દે પોલીસ કમિશનરના આદેશ બાદ યુનિવર્સિટી પોલીસ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, પરીક્ષા નિયામક સહિતના હોદ્દેદારોને તપાસ માટે મળી હતી.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષોથી ચલાવી રહી છે માર્કશીટ, વેરિફાય કરવાને બદલે સીધું પહેલા એડમિશન આપી દેવાય છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષોથી ચલાવી રહી છે. જેમાં બીજી યુનિવર્સિટીની માર્કશીટના આધારે જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રવેશ મેળવે ત્યારે જ તેની માર્કશીટ વેરિફાય કરવાને બદલે સીધું પહેલા એડમિશન આપી દેવાય છે. આ પ્રકરણમાં પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ નકલી માર્કશીટ કૌભાંડને છાવરી રહી હોય એમ પરીક્ષા ચોરીમાં ગણતરીની કલાકોમાં પોલીસ ફરિયાદ નોંધાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નકલી માર્કશીટ મુદ્દે આટલા દિવસો વીત્યા છતાં ન ફરિયાદ નોંધાવી કે અરજી પણ આપી નથી પરંતુ આની તટસ્થ તપાસ થવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details