- RSS પ્રમુખ મોહન ભાગવત આજથી રાજકોટના પ્રવાસે
- એરપોર્ટ પર આગમન બાદ સ્વાગત કરાયું
- સંઘના આગેવાનો સાથે કરશે બેઠક અને ચર્ચા વિચારણા
રાજકોટ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) સરસંઘ ચાલક મોહન ભાગવત આજથી રાજકોટના પ્રવાસે છે. આજે બપોરના સમયે તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આગામી બે દિવસ સુધી તેઓ રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ પ્રાંતના સંઘના આગેવાનો સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરશે. મોહન ભાગવતના રાજકોટના પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી બે દિવસ સુધી તેઓ રાજકોટમાં જ રોકાણ કરશે.
RSS પ્રમુખ મોહન ભાગવત આજથી રાજકોટના પ્રવાસે સૌરાષ્ટ્ર કચ્છના સંઘના આગેવાનો સાથે યોજશે બેઠક
રાષ્ટ્રીય સ્વંય સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત રાજકોટમાં બે દિવસ સુધી રોકાણ કરીને સૌરાષ્ટ્ર ક્ચ્છના સંઘના આગેવાનો સાથે બેઠક યોજશે. તેમજ પરપ્રાંતીય મુદ્દે વિશેષ ચર્ચા કરે તેવી શક્યતા છે. મોહન ભાગવત ગુજરાતમાંથી કોરોના કાળ દરમિયાન મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતનમાં ગયા હતા તે અંગેની માહિતી મેળવીને હાલ શું પરિસ્થિતિ છે તે અંગે પણ માહિતી મેળવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાગવતની બેઠક મહત્વપૂર્ણ
ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકોટમાં મોહન ભાગવત સૌરાષ્ટ્ર કચ્છના આગેવાનો સાથે બેઠક પણ યોજવાના છે. જેને લઈને આ બેઠકથી ભાજપને આગામી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો પણ થઈ શકે છે. જ્યારે પરપ્રાંતીય મુદ્દે ચર્ચા પણ મહત્વની માનવામાં આવી રહી છે.