રાજકોટ :શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં છ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી છે. લૂંટ અંગે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલ શનિવારની રાત્રે રેલનગરમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિન પાસેથી લૂંટ કરવામાં આવી હતી. લૂંટારુઓએ સોનાની ઘડિયાળ, સોનાનું કડું સહિતની સોનાની વસ્તુઓ લૂંટી હતી. પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : લૂંટ વિથ મર્ડરના આરોપીના ઘરેથી મળી આવી દેશી બનાવટની પિસ્તોલ
આરોપી પાસેથી 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો