- રેશ્મા પટેલે એક દિવસના જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા
- રાજકોટ ખાતે સત્તત 3 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા
- રેશ્મા પટેલની તબિયત નાજુક છતા આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગામડાઓમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. જેને લઈને NCP નેતા રેશ્મા પટેલે એક દિવસના જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ કર્યા બાદ હાલ રાજકોટમાં NCP કાર્યાલય ખાતે સત્તત 3 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. પરંતુ, સત્તત 4 દિવસથી ઉપવાસના કારણે આજે ગુરૂવારે રેશ્મા પટેલની તબિયત લથડી હતી. જેને લઈને 108ની ટિમ દ્વારા રેશ્મા પટેલને સારવાર આપવામાં આવી હતી. જ્યારે, રેશ્મા પટેલની તબિયત લથડી હોવા છતાં હજુ પણ આમરણાંત ઉપવાસ ચાલુ રાખ્યા હતા.
આ પણ વાંચો:કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ