રાજકોટ: રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ નજીક રહેતી 22 વર્ષની યુવતી આરોપીની હવસનો શિકાર (Rape Case police Complaint Filed) બની હતી. આ યુવતી કૉલેજમાં અભ્યાસ કરી રહી હતી. મિલન કાંતિભાઈ ચોટલિયાએ આ યુવતી સાથે પહેલા સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ (Social Media App Instagram) પર ફ્રેન્ડશીપ કરી હતી. પછી લગ્ન કરવાની લાલચ (Offer to Marriage) આપી ફોસલાવી હતી. હું મરી જાવ છું એવો મેસેજ કરીને તે યુવતીને બ્લેકમેઈલ કરતો હતો. લગ્ન પછી પણ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો. અવારનવાર ધમકીઓ આપતો હતો. જે ધમકીથી તેમણે યુવતી સાથે અવારનવાર યુવતીની ઈચ્છા વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ પણ વાંચો:શિક્ષક શ્વાન પર કૂતરાની જેમ તૂટી પડ્યો,મુંગા પશુનો માત્ર આટલો જ વાંક હતો
આ રીતે થયો સંપર્ક: મિલને યુવતી સાથેની કેટલીક અંગત પળના ફોટા ક્લિક કરી વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી હતી. જે વાયરલ કરવાની ધમકી આપીને હવસનો શિકાર કર્યો હતો. પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, અમારો પરિવાર મિલનના પરિવારમાં ભાડે રહેવા માટે ગયો હતો. રૂમની અહીં સગવડ હોવાથી સૂવા આવતા મિલન સાથે પરિચય થયો હતો. આરોપીએ તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં તે યુવતીએ એક્સેપ્ટ કરતાં બન્ને વાતચીત કરવા લાગ્યાં હતાં. મકાનમાં પાણી ચડાવવાની મોટર બગડી ગઈ હોવાથી મિલને તેની પાસે નંબર માગતાં નંબરની આપ-લે કરી હતી. અને બન્ને વ્હોટ્સએપ મારફત વાતો કરવા લાગતાં તેમની વચ્ચેની ફ્રેન્ડશિપ ગાઢ થઈ ગઈ હતી.