રાજકોટઃ ખંડેરી સ્ટેડિયમમાં સૌપ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં આજે સૌરાષ્ટ્રની ટીમે ભવ્ય વિજય મેળ્યો છે. આમ જોવા જઈએ તો અગાઉ સૌરાષ્ટ્રની ટીમે નવાનગર અને વેસ્ટ ઈન્ડિયા નામથી ઓળખાતી હતી, ત્યારબાદ એટલે કે અંદાજીત 76 જેટલા વર્ષો બાદ સૌરાષ્ટ્રની ટીમને જીત મળી છે.
રણજી ટ્રોફી- રાજકોટમાં સૌરાષ્ટ્રની ટીમે રચ્યો ઈતિહાસ, બંગાળને હરાવ્યું
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌપ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં આજે સૌરાષ્ટ્રની ટીમનો ભવ્ય વિજય થયો છે. પ્રથમ વખત જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બન્યા બાદ સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ દ્વારા રણજી ટ્રોફી જીતવામાં આવી છે.
રણજીટ્રોફી- રાજકોટમાં સૌરાષ્ટ્રની ટીમે રચ્યો ઇતિહાસ, બંગાળને હરાવ્યું
સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઈનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રે બીજી ઈનિંગ્સમાં 4 વિકેટે 105 રન કર્યા હતા, તે પછી ટી-બ્રેક સમયે સોરાષ્ટ્રે જીત મેળવી લીધી હતી.
Last Updated : Mar 13, 2020, 10:48 PM IST