ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટવાસીઓને ફરવા માટે નવલું નજરાણું મળ્યું રામ વન ધ અર્બન ફોરેસ્ટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં 13.77 કરોડના ખર્ચે નવનિર્મિત રામ વન ધ અર્બન ફોરેસ્ટનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે 23 ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ પણ કરીને બસોને લીલી ઝંડી આપી હતી. CM Bhupendra Patel Rajkot Ram van Rajkot Urban Forest Rajkot BRTS Electric Buses New sight to visit in Rajkot Rajkot Municipal Corporation

રાજકોટવાસીઓને ફરવા માટે નવલું નજરાણું મળ્યું રામ વન ધ અર્બન ફોરેસ્ટ
રાજકોટવાસીઓને ફરવા માટે નવલું નજરાણું મળ્યું રામ વન ધ અર્બન ફોરેસ્ટ

By

Published : Aug 17, 2022, 9:56 PM IST

રાજકોટ રાજકોટ રામવનનું નિર્માણ ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના સૂત્રને સાર્થક સાબિત કરી રહ્યું . જન્માષ્ટમીના પાવન અવસરે રામ વનની ભેટ સાથે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજકોટવાસીઓનો આનંદ બમણો થયો છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વર જોવાની આપણી સંસ્કૃતિ છે ત્યારે પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. રંગીલું રાજકોટ આજે રામવનના ઉદ્ઘાટનથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક નગરી બની છે.

13.77 કરોડના ખર્ચે નવનિર્મિત રામ વન ધ અર્બન ફોરેસ્ટનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ

આ તારીખ સુધી નિશુલ્ક પ્રવેશ રામવનમાં 1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રીરામના જીવન આધારીત જુદી જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તમામ શહેરીજનોને રામ વનની મુલાકાત લેવા મહાનુભાવોએ જનતા જનાર્દનને અપીલ કરી હતી.

આ પણ વાંચો જડેશ્વર વનની એક વર્ષમાં એક લાખ લોકોએ મુલાકાતી લીધી

રામ વનમાં શું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. આ 80,000 જેટલી પ્રજાતિના 25 જેટલા બ્લોકમાં જે પૈકી 2 બ્લોકમાં મીયાવાકી થીમ આધારીત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ પધ્ધતિનો ઉપયોગ કરીને પશુપક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનાર વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો કચરામાંથી કંચન બન્યું ગુજરાતનું સૌથી પહેલું જડેશ્વર વન, ઓઢવ વિસ્તારને ઓક્સિજન આપી રહ્યું છે

પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ વાતાવરણ માટે મોટી ભેટ રાજકોટમાં આજે 23 ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સેન્ટરની ભેટ મળી છે. ત્યારે આ વ્યવસ્થા રાજકોટને પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ વાતાવરણવાળું શહેર બનાવવામાં મદદ કરશે. ઈલેક્ટ્રિક વેહિકલ પોલીસી હેઠળ રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જાહેર પરિહનમાં વધુને વધુ ઇલેક્ટ્રિક બસો દાખલ કરવાનો અભિગમ સરકારે અપનાવ્યો છે.

રામ વનમાં આવી વિવિધ 22 મૂર્તિઓ જોવા મળશે

23 મીડી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણરાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ 50 ઇલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી હતી, જે પૈકી અગાઉ 23 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રિક બસો BRTS રોડ પર તથા 1 ઇલેક્ટ્રિક બસ AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે. આજરોજ 23 મીડી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 27 મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્સી દ્વારા, મુસાફરોની સલામતી માટે SOS – Emergency Alarmની સુવિધા, કેમેરા, GPS ટ્રેકિંગ સિસ્ટમ, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ છે.વધુમાં 80 ફુટ રોડ ખાતે 11.63 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું HT વીજ કનેક્શન, 2500 વોટના 2 ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વગેરે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રામવનના ઉદ્ઘાટનથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક નગરી બન્યું રાજકોટ

કુલ 46.20 કરોડના લોકાર્પણ તથા રૂ. 5.94 કરોડના ખાતમુર્હુતરાજકોટ શહેરમાં મુખ્યપ્રધાનના હસ્તે કુલ. 46.20 કરોડના લોકાર્પણ તથા રૂ. 5.94 કરોડના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતાં. જેમાં અમૃત યોજના હેઠળ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી ક્વોલિટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને નવી વોર્ડ ઓફિસ તેમ જ આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. CM Bhupendra Patel Rajkot Ram van Rajkot Urban Forest Rajkot BRTS Electric Buses Rajkot Municipal Corporation

ABOUT THE AUTHOR

...view details