ગુજરાત

gujarat

ETV Bharat / city

દુલ્હને બનાવ્યો રંગીન માહોલ, વરરાજો ગદગદી ઉઠ્યો - Dhoraji Played Drums Bride Wedding

રાજ્યમાં લગ્ન પ્રસંગના અનેક અદ્ભુત કિસ્સાઓ (Rajkot Wedding Event) સામે આવતા હોય છે, પરંતુ રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં નવો યુગ ચાલુ કર્યો હોય તેવી વસ્તુ સામે આવી છે. લગ્નપ્રસંગમાં વરરાજા-દુલ્હન નાચતા, ગાતા જોવા તો મળતા જ હોય છે, પરંતુ રાજકોટમાં એક દુલ્હનની કળાને (Dhoraji Wedding Occasion) લઈને રાજ્યમાં ભારે રંગીન માહોલ ફેલાયેલો છે. પોતાના જ લગ્નમાં શું કર્યું દુલ્હને (Bride Played Drums Wedding) જૂઓ વિગતવાર અહેવાલ...

એક વિવાહ ઐસા ભી : પોતાના જ લગ્નમાં દુલ્હનની આ કળા જોઈ ઓસ્ટ્રેલીયાના જાનૈયા સહિત વરરાજો લાગ્યો ઝુમવા
એક વિવાહ ઐસા ભી : પોતાના જ લગ્નમાં દુલ્હનની આ કળા જોઈ ઓસ્ટ્રેલીયાના જાનૈયા સહિત વરરાજો લાગ્યો ઝુમવા

By

Published : May 12, 2022, 11:12 AM IST

Updated : May 12, 2022, 1:10 PM IST

રાજકોટ : પહેલાના સમયમાં દુલ્હનને એક ખૂણામાં બેસાડવામાં (Rajkot Wedding Event) આવતી અને જાનૈયાઓ નાચતા, પરંતુ આજની યુવા પેઢી કંઈક અલગ હંમેશા કરતી હોય છે. તો ક્યારેક દુલ્હન પોતાના જ લગ્નમાં ગીતો પર જુમતી જોવા મળે છે, પરંતુ પોતાના જ લગ્નમાં ડ્રમ વગાડવું એવા કિસ્સાઓ તો ભાગ્યે જ બનતા હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાતમાં બન્યો છે, જ્યાં દુલ્હન પોતાના જ લગ્નમાં ડ્રમ (Bride Played Drums Wedding) વગાડતી જોવા મળી હતી.

રાજકોટના લગ્ન પ્રસંગનો અદ્ભુત કિસ્સો

આ પણ વાંચો :Ahmedabad Looteri Dulhan: લૂટેરી દુલ્હન લગ્નના દસમાં દિવસે જ રફુચક્કર થઈ જતા યુવકે કરી આત્મહત્યા

આ વાત છે ક્યાંની - રાજકોટ જિલ્લાના ધોરાજીની એક દુલ્હન કે જેને પોતાના જ લગ્નમાં (Dhoraji Wedding Occasion) તાન ચડ્યું અને ડ્રમ વગાડીને મહેમાનોને ગરબે જુમાવ્યા હતા. આ દુલ્હનનું નામ છે ગાર્વીન પટેલ જેની જાન ઓસ્ટ્રેલિયાથી આવી હતી. જેમાં વરરાજાનું નામ દીપ હતું. જે ગાર્વિનને છેલ્લા 1 વર્ષથી ઓળખે છે. ત્યારે ગાર્વિનના ટેલેન્ટ વિશે વિશેષ ખ્યાલ ન હતો, જેથી આ દ્રશ્ય જોઈ દીપ રીતસર ચોંકી ઉઠ્યો અને પોતે પણ જુમવા (Bride Groom Wedding in Rajkot) લાગ્યો હતો. જયારે ગાર્વિનને દીપે ડ્રમ વગાડતા જોઈત્યારે જાણ્યું કે તેણી સૌરાષ્ટ્રની એક માત્ર લેડી ડ્રમર છે અને દાંડિયા ક્વીન છે.

આ પણ વાંચો :Patan Samuh Lagan : પાટણ સમૂહલગ્નમાં ઉદ્યોગપતિએ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો

શું કહ્યું આ દુલ્હને - રાજકોટના ધોરાજીની રહેવાસી ગાર્વિન પટેલ નામની યુવતી છેલ્લા 20 વર્ષથી અર્વાચીન ગરબા રમે છે. તેણે ધોરાજી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, પોરબંદર અને રાજકોટમાં નવરાત્રી દરમિયાન 400થી વધુ ટ્રોફીઓ અને લાખોના ઈનામો મેળવેલા છે. ગાર્વિન પટેલે જણાવ્યું કે, હું મારી આવડતથી ગરબામાં પ્રથમ નંબર મેળવું છું, જેમાં છેલ્લા 15 વર્ષથી હું રાજકોટ ગરબા રમવા આવું છું. હું એક ડી.જે. પ્લેયર છું. મને પણ ડ્રમ વગાડવાના શોખને કારણે રેગ્યુલર હું ડ્રમ વગાડી રહું છું. મારા જ લગ્ન હોય તો ડ્રમ વગાડ્યા (Dhoraji Played Drums Bride Wedding) વિના કેમ રહી શકું? તે માટે મને ડ્રમ વગાડતા જોઈને મારા હસબન્ડ દીપ તેમજ તેમનો પરિવાર અચરજ પામ્યો હતો. જીવનમાં દરેક સ્ત્રીને જે પણ તેનામાં ટેલેન્ટ હોય તે બહાર લાવવું જોઈએ.

Last Updated : May 12, 2022, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details