રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોના (Corona threat in India)ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં દેશના નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેર નજીકમાં જ હોવાનો અભિપ્રાય આપાયો છે, ત્યારે રાજ્યમાં હાલ શાળાઓ ઓનલાઈન અને ઓફલાઇન શરૂ છે. મોટાભાગના બાળકો હાલ ઓફલાઇન શિક્ષણ મેળવવા શાળાઓમાં જઈ રહ્યા છે. એવામાં હવે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થવા લાગ્યા છે. ત્યારે રાજકોટમાં પણ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના (Rajkot School Corona)પોઝિટિવ થઈ રહ્યા છે. જેને લઈને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જે બાળકોના વાલીઓએ વેક્સિન (Rajkot Vaccination Drive) લીધી હશે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વેક્સિન લીધી હશે તો જ ઓફલાઇન શિક્ષણ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ખાનગી શાળાઓમાં કોરોનાના વધતા કેસને લઈને નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે, જે વાલીઓએ કોરોનાની વેક્સિન (Parents got vaccinated) લીધી હશે તેમના જ બાળકોને ઓફલાઇન શિક્ષણ (Offline education in rajkot) આપવામાં આવશે. જ્યારે જે વાલીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ લેવાનું રહેશે. રાજકોટ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ખાનગી શાળાઓમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેનું તમામ વાલીઓએ પાલન કરવું પડશે.