- મહિલા PSI સાથે ઝપાઝપી કરનાર પ્રોફેસરની પુત્રી
- પોલીસે સીટ બેલ્ટ ન હોવાનો દંડ લઈ છોડી મૂકી
- મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી
રાજકોટ : શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર સાંજના 6 કલાક બાદ મહિલા પોલીસ સ્ટેશન નજીક મહિલા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે.ત્યારે એક યુવતી કાર લઈને સીટબેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતી યુવતીને પોલીસ કર્મચારીએ રોકતા કાર અટકાવ્યા છતાં કાર ચાલક પ્રોફેસરની દીકરીએ કાર રોકી નહોતી.પોલીસ પર પણ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે પીછો કરી તેમની કાર અટકાવી હતી. જેને લઈને મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી થઇ હતી.
પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ હાજર દંડ લઇ યુવતીને છોડી મૂકી
ઝપાઝપી દરમિયાન મહિલા PSI ને ગળાના ભાગે નખ વાગતાસામાન્ય ઇજા પહોંચી હતી. જેને પગલે દોડી ગયેલી પ્રનગર પોલીસે ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર યુવતીએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી.ત્યારે માતા તેમજ તેની પુત્રીને પ્રદ્યુમન નગર પોલીસ મથકે લઇ જવામાં આવી હતી.પોલીસ દ્વારા ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવા બદલે પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ હાજર દંડ લઇ યુવતીને છોડી મૂકી હતી.