- રાજકોટ કલેકટર દ્વારા એક સમિતિ બેઠક બોલાવવામાં આવશે
- રાજ્ય સરકારની મંજૂરી બાદ વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
- અમૂલને ગઢકા નજીક 100 એકર જમીન અપાશે
રાજકોટ: ત્યારબાદ આ જમીન ઉપર અમૂલનો પ્લાન્ટનું (Amul plant) નિર્માણ કરવામાં આવશે. હાલ માત્ર જમીનની પસંદગી કરાય છે ત્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકારની મંજૂરી બાદ વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.આગામી દિવસોમાં અમુલ દ્વારા રાજકોટ જિલ્લામાં પ્લાન્ટ નાખવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેને લઇને વહીવટીતંત્ર દ્વારા અમુલ પ્લાન્ટ (Amul plant) માટે ગઢકા નજીક જમીન ફાળવવામાં આવી છે. જે જમીન હવે તેમને પસંદ આવતા ત્યારબાદ આ જમીનને લેવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કલેકટર તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ હવે આ જમીનની કિંમત નક્કી કરવા માટે રાજકોટ કલેકટર (Rajkot Collector) દ્વારા એક સમિતિ બેઠક બોલાવવામાં આવશે. જેમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને જમીનને અંગેનો જંત્રી ભાવ નક્કી કરશે. ત્યારબાદ તેને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.
પ્રતિ ચોરસ મીટર રૂપિયા 1000 ભાવ નક્કી કરાય તેવી પણ શક્યતાઓ