ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદમાં SITની રચના કરાઇ - police complaint

રાજકોટ શહેરમાં વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. 10 ટકાના માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી નાણા કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. 110 જેટલા રોકાણકારોએ સમય ટ્રેડિંગ અને આશિષ કોપરેટીવના ચેરમેન પ્રદીપ ધાનેરા તેમજ તેના પાર્ટનર દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ વિરુદ્ધ 4.73 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા SITની રચના કરવામાં આવી હતી.

રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદમાં SITની રચના કરાઇ
રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદમાં SITની રચના કરાઇ

By

Published : Apr 5, 2021, 6:15 PM IST

  • રાજકોટ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદમાં SITની રચના કરાઇ
  • ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 5957 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ
  • થાપણદારોના રૂપિયામાંથી કરેલા રોકાણો અંગેના હિસાબોની તપાસ કરાશે

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર શ્રીમદ્ ભવનમાં બીજા માળે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી અંગે વાત કરવામાં આવે તો, કુલ 4200 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું. ત્યારે ભક્તિનગર પોલીસને મળેલી લેખિત ફરિયાદ મુજબ કુલ 358 થાપણદારોએ 23.46 કરોડ રૂપિયાની પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે પોલીસે 84 દિવસની તપાસને અંતે આ પેઢીના ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 5957 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા SITની રચના કરવામાં આવી

રાજકોટ-રોકાણકારો સાથે છેતરપિંડીના ગુનામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા SITની રચના કરવામાં આવી હતી. જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓની SIT દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારે SITની ટીમમાં ડીસીપી,એસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. ક્રેડિટ સોસયટી સાથે જોડાયેલા લોકોની મિલકત, થાપણદારોના રૂપિયા તેમાંથી કરેલા રોકાણો અંગેના હિસાબોની તપાસ પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃસુરતના પાટીદાર આગેવાન અને સ્ટોન ક્વોરી માલિકની આત્મહત્યા મામલે SITની રચના કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details