ગુજરાત

gujarat

ETV Bharat / city

ન્યૂ યરના નામે નશોઃ 31 ડિસેમ્બર પેહલા રાજકોટમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો - નશાનું હબ

રાજકોટ શહેર જાણે કે નશાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. તેમ તેમ રાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂ, ગાંજો, હેરોઇન અને ગેરકાયદે હથિયારો ઝડપાઈ રહ્યા છે. પોલીસ પણ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી રહી છે.

31 ડિસેમ્બર પેહલા રાજકોટ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
31 ડિસેમ્બર પેહલા રાજકોટ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

By

Published : Dec 25, 2020, 3:46 PM IST

  • પોલીસે 31stની પાર્ટીનાં રંગમાં ભંગ નાખ્યો
  • કટિંગ થાય એ પહેલા જ પોલીસે રેડ કરી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો
  • 450 પેટી વિદેશી દારુના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો

રાજકોટઃ શહેરમાં તરસ્યાઓને 31stનો કાંટો ચડે તે પહેલા જ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુંદા ગામ નજીકથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડી 31stની પાર્ટીનાં રંગમાં ભંગ પાડ્યો છે અને કટિંગ થાય એ પહેલા જ પોલીસે રેડ કરી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અંદાજીત 450 પેટી વિદેશી દારુના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો છે.

ન્યૂ યરના નામે નશોઃ 31 ડિસેમ્બર પેહલા રાજકોટમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો

રાજકોટ પોલીસે 450 પેટી દારૂ પકડી વધુ તપાસ હાથ ધરી

થર્ટી ફર્સ્ટને હવે જાજા દિવસો રહ્યા નથી. ન્યૂ યરની પાર્ટી દારુ વિના અધૂરી ગણાય તેવું માનનારો મોટો વર્ગ છે, ત્યારે તે વર્ગની દારૂની તરસ છુપાવવા બુટલેગરો દ્વારા હરિયાણા, રાજસ્થાન સહિતની જગ્યાઓથી દારૂ મંગાવ્યો હતો, પરંતુ આ નશાખોરોનો રંગ જામે તે પહેલા જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેમા ભંગ પાડ્યો હતો.

હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ દારૂ રાજકોટના ગુંદા ગામ નજીક ઉતરવાનો હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી અને દારૂનું કટિંગ થાય એ પહેલા જ પોલીસે 450 પેટી દારૂ સાથે ઇસ્મોને ઝડપી પડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details