ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot police in controversy: પોલીસ કસ્ટડીમાં યુવક સાથે ગેરવર્તણૂક થયાનો આક્ષેપ, રાજકોટ પોલીસ ફરી વિવાદમાં - રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં આરોપી સાથે ગેરવર્તણૂક

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસે આરોપી સાથે (Police Terror in Rajkot) પોલીસ કસ્ટડીમાં ગેરવર્તણૂક કરી હોવાનો (Misbehave with accused in police custody in Rajkot) આક્ષેપ થયો છે. આ પહેલા પણ રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બથી રાજકોટ પોલીસ વિવાદમાં (Rajkot police in controversy) સપડાઈ હતી.

Rajkot police in controversy: આરોપી યુવક સાથે પોલીસ કસ્ટડીમાં ગેરવર્તણૂક થયાનો આક્ષેપ, રાજકોટ પોલીસ ફરી વિવાદમાં
Rajkot police in controversy: આરોપી યુવક સાથે પોલીસ કસ્ટડીમાં ગેરવર્તણૂક થયાનો આક્ષેપ, રાજકોટ પોલીસ ફરી વિવાદમાં

By

Published : Feb 17, 2022, 9:33 AM IST

રાજકોટઃ ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ બાદ રાજકોટ પોલીસ વિવાદમાં (Rajkot police in controversy) આવી છે. ત્યારે હવે પોલીસ પર ફરી એક વખત આક્ષેપ (Police Terror in Rajkot) થઈ રહ્યા છે. તેવામાં રાજકોટ યુનિવર્સિટી પોલીસે કસ્ટડીમાં આરોપી સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ (Misbehave with accused in police custody in Rajkot) થયો છે.

પોલીસ પર કન્ટ્રોલ રાખવો જરૂરી: એડવોકેટ

આ પણ વાંચો-નકલી નોટ પ્રકરણમાં 300 બનાવટી નોટ સાથે 8 ઝડપાયા

કસ્ટડીમાં મારી સાથે ગેરવર્તણૂક થઈઃ આરોપી

આ સમગ્ર મામલે આક્ષેપ કરનારા રાકેશ ધીરુભાઈ પરમારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસકર્મીઓએ પ્રોહિબિશનના કેસમાં તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચેમ્બરમાં લઈ ગયા હતા. ત્યાં અન્ય સજાના આરોપીઓ હતા. તેમની સાથે પોલીસે ગેરવર્તણૂક (Misbehave with accused in police custody in Rajkot) કરી હતી. જોકે, પોલીસના અત્યાચારનો વિરોધ કરતા આરોપીને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ (Rajkot police in controversy) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Custodial Death in India :કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમાંકે, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી માહિતી

પોલીસ પર કન્ટ્રોલ રાખવો જરૂરી: એડવોકેટ

આ મામલે આક્ષેપ કરનારા યુવકના વકીલે સંજય પંડિતે જણાવ્યું હતું કે, યુવક સાથે પોલીસે જે કૃત્ય કર્યું છે. આ મામલે અમે તમામ પૂરાવાઓ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જ્યારે અત્યારે પોલીસ તંત્ર વિરુદ્ધ જે દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ જોઈને લાગે છે કે, હાલની સરકારનો પોલીસ પરથી કન્ટ્રોલ ઊઠી ગયો છે. પોલીસે આરોપીઓ સાથે કાયદાકીય રીતે પૂછપરછ કરવાની હોય છે. આ મામલે યોગ્ય તપાસ થવી (Rajkot police in controversy) જોઈએ.

આરોપી વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ દાખલ

આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આરોપ લગાડનારો યુવક વિસ્તારમાં દારૂનો ધંધો કરે છે અને તેના પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં આ યુવક સાથે આવું કઈ પણ કરવામાં આવ્યું નથી. જ્યારે તે માત્ર પાયા વિહોણા આક્ષેપ (Rajkot police in controversy) કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details