ગુજરાત

gujarat

ETV Bharat / city

આખરે રાજકોટ પોલીસ કમિશ્નરને ગાંધીનગરનું તેડું, ઊંઝાના વેપારીનુ પણ અપહરણ કર્યાની ફરીયાદ

મનોજ અગ્રવાલ (Manoj Agarwal interrogation)ને ગાંધીનગરનું તેડું આવતા તપાસ કમિટીના સભ્ય એવા વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસ એકેડમી ખાતે પુછપરછ કરવામાં આવી રહી છે.

આખરે રાજકોટ પોલીસ કમિશ્નરને ગાંધીનગરનું તેડું, ઊંઝાના વેપારીનુ પણ અપહરણ કર્યાની ફરીયાદ
આખરે રાજકોટ પોલીસ કમિશ્નરને ગાંધીનગરનું તેડું, ઊંઝાના વેપારીનુ પણ અપહરણ કર્યાની ફરીયાદ

By

Published : Feb 10, 2022, 8:24 PM IST

ગાંધીનગર: ગુજરાત પોલીસની ખાખી પર દાગ લગાવે તેવી ઘટના અને આક્ષેપો રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (Manoj Agarwal interrogation) પર કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલો મીડિયામાં આવતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal) પર થયેલા આક્ષેપો બાબતે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં 10 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે મનોજ અગ્રવાલને ગાંધીનગરનું તેડું આવતા તપાસ કમિટીના સભ્ય એવા વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસ એકેડમી (Gujarat Police Academy) ખાતે પુછપરછ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર સી.આઈ.ડીના રાજકોટમાં ધામા

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ઉપર 75 લાખ રૂપિયાની કટકી કર્યાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને તેના સ્થાનિક બિલ્ડરોએ કર્યો છે, ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી રહી છે અને અત્યારે પોલીસ એકેડેમી ખાતે પૂછપરછ પણ કરાય રહી છે. દરમિયાન ગાંધીનગર સીઆઇડી ટીમે પણ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ધામા નાખીને સમગ્ર તપાસની ગતિવિધિઓ વધુ તેજ કરી છે.

આ પણ વાંચો:Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ

ઊંઝાના વેપારીએ DGP ઓફિસમાં કરી ફરિયાદ

ઊંઝાના ઈસબગુલના વેપારીએ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને લેખિતમાં ફરિયાદ કરી છે, જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના આદેશ પ્રમાણે ગેરકાયદેસર અપહરણ કરીને પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે રાજકોટ સ્થિત જમીનનો બાનાખત રદ કરવા પોલીસની સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ કર્યો છે, સાથે ક્રાઈમ બ્રાન્ચના ગઢવી નામના પોલીસ કર્મીએ શારીરિક ટોર્ચર કરી બાનાખત પરત કરવાના દબાણ કર્યા હોવાની ફરિયાદ સાથે તમામ પુરાવાઓ પણ પોલીસ વડાને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Rajkot MLA Letter Bomb : તપાસ કમિટી દ્વારા આજે રાજકોટમાં ત્રણના નિવેદન લેવામાં આવ્યાં

ABOUT THE AUTHOR

...view details