રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા મોલ્સમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોલ્સમાં લોકો વધારે પ્રમાણમાં હોવાથી આતંકવાદીઓ ભીડ-ભાડવાળા વિસ્તારમાં વધારે ચેકિંગ હાથ ધરાયુ હતું.
IBએ આપેલા હુમલાના ઇનપુટ બાદ પોલીસ એલર્ટ, રાજકોટમાં ભીડવાળા વિસ્તારોમા ચેકીંગ - Gujarat
રાજકોટઃ ગુજરાતમાં IBએ આતંકવાદી હુમલો થવાના ઇનપુટ આપ્યા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટમાં ભીડવાળા વિસ્તારોમાં મંગળવારના રોજ પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકીંગ હાથ ધર્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 40 કરતા વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે દેશમાં ફરી મોટો આતંકવાદી હુમલો થવાની IB દ્વારા ઇનપુટ આપવામાં આવ્યા છે. જેને લઈને ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે.
મંગળવારના રોજ રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ ભીડવાળા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રિલાયન્સ મોલમાં ખાસ પાર્કીંગમાં વાહન ચેકીંગ તેમજ મોલ્સમાં વસ્તુઓના બૉક્સ સહિતનું ચેકીંગ ડોગ સ્ક્વોડ રાખીને કર્યું હતું. આ કામગીરીમાં સીટી પોલીસ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો જોડાયા હતાં.