ગુજરાત

gujarat

ETV Bharat / city

આ શહેરમાં ગાય માતાના લાભાર્થે યોજાશે ભવ્ય નવરાત્રી મહોત્સવ 2022 - ગાય માતાના લાભાર્થે યોજાશે ભવ્ય નવરાત્રી મહોત્સવ

કોરોના કાળ બાદ ઠેર-ઠેર નવરાત્રિની ધૂમધામથી ઉજવણી થવાની છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગૌશાળાના અને ગાય માતાના લાભાર્થે (Rajkot Navratri held for Mother Cow ) યોજાશે નવરાત્રી મહોત્સવ-2022. જેમાં હાલ આ ઉત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આવામાં આવી રહ્યો છે. જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં.

આ શહેરમાં ગાય માતાના લાભાર્થે યોજાશે ભવ્ય નવરાત્રી મહોત્સવ 2022
આ શહેરમાં ગાય માતાના લાભાર્થે યોજાશે ભવ્ય નવરાત્રી મહોત્સવ 2022

By

Published : Sep 22, 2022, 5:19 PM IST

રાજકોટ: ઉપલેટામાં નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની 700 જેટલી ગાયોના લાભાર્થે ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી ઉત્સવ-2022નું આયોજન (Rajkot Navratri held for Mother Cow ) કરવામાં આવ્યું છે, જેમાં ગાયોના નિભાવ ખર્ચ અને ગાય માતાના લાભાર્થે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જે ઉત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ શહેરમાં ગાય માતાના લાભાર્થે યોજાશે ભવ્ય નવરાત્રી મહોત્સવ 2022

“ગાય માતાના લાભાર્થે ભવ્ય આયોજન”ઉપલેટા શહેરના વિવિધલક્ષી વિનય મંદિર શાળાના ગ્રાઉન્ડમાં આ ઉત્સવનું આયોજન (Upleta Navratri festival celebration) કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓને પણ ભવ્યતિભવ્ય ઇનામો આપવામાં આવશે અને સાથે-સાથે ગાયોના લાભાર્થે અને તેમના નિભાવ માટે પણ આ આયોજનથી લાભ થાય તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

“ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ”જે રીતે છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસનાં કપરા કાળ દરમિયાન તમામ ઉત્સવો, તહેવારો અને ઉજવણીઓ સાદાઈથી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષ પરિસ્થિતિ સારી અને કાબુમાં જાણતા ઉપલેટામાં ગાયોના લાભાર્થે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન (Navratri festival 2022 ) કરવામાં આવ્યું છે. જેના માટે ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સવમાં ગાય માટેના લાભાર્થે દાતાઓ પણ ઉદાર હાથે સાથ અને સહકાર આપી રહ્યા છે.

“આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ”ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની ગાય માટે થઈ રહેલ આ આયોજનમાં આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં નવરાત્રિમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે.

“ગાયો લાભ માટેનું ખાસ અને વિશેષ આયોજન”ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રહેલી ગાયોના લાભ માટેનું ખાસ અને વિશેષ આયોજન કરવામાં આવતા ખેલૈયાઓ, પ્રેક્ષકો તેમજ સહયોગીઓ મન મુકીને આ ઉત્સવમાં સામીલ થઈ રહ્યા છે. કારણ કે, ખેલૈયાઓ છેલ્લા બે વર્ષથી જુમ્યા નથી અને આ વર્ષ જુમવાનો મોકો મળ્યો એ પણ ગાય માતા માટે છે. તેને લઈને તેમનો ઉત્સાહ પણ બમણો થયો છે.

ABOUT THE AUTHOR

...view details