- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની
- રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાનો સમાવેશ
- વોર્ડ નંબર ૧ થી ૧૮ ની ફોટોવાળી મતદારયાદી તૈયાર કરી
શહેરમાં કોની સરકાર: રાજકોટ મનપાએ ચૂંટણી માટેની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી - Municipal Corporation
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાર્ટીઓ તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત વિધાનસભાની મતદારયાદી પરથી કોર્પોરેશન ચૂંટણી માટેની પણ મતદાન યાદી પ્રસિધ્ધ કરી છે.
રાજકોટ: આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે. જેમાં રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત વિધાનસભાની મતદારયાદી પરથી કોર્પોરેશન ચૂંટણી માટેની પણ મતદાન યાદી પ્રસિધ્ધ કરી છે.
રાજકોટમાં 1થી 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી જાહેર
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર ૧ થી ૧૮ ની ફોટોવાળી મતદારયાદી તૈયાર કરી છે. શહેરના અલગ અલગ સ્થળોએ જાહેર કરી છે. જેમાં મુખ્યત્વે વોર્ડ નં.1 થી 18 ની તમામ વોર્ડ ઓફીસ ખાતે જેતે વોર્ડની મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. જેને લઈને વહીવટી સાથેની મોટાભાગની કચેરીઓ આ ચૂંટણી કામગીરીના કામમાં લાગી છે.