ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ફાયર સેફટી મુદ્દે RMC અને IMA તબીબો આમને-સામને

રાજકોટમાં અગાઉ મહાનગરપાલિકા દ્વારા 8 જેટલી ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી સહિતના અભાવને લઈને સિલ કરવાની મોટીસ પાઠવાઈ છે. જેનો રાજકોટમાં અન્ય હોસ્પિટલ્સ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાજકોટમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્યોએ નિર્ણય જાહેર કર્યો છે કે મનપા હોસ્પિટલ સિલ કરે તે અગાઉ જ અમે અમારી હોસ્પિટલ બંધ કરી દેશું. તેમજ ફાયર સેફટી અંગે યોગ્ય નિર્ણય લેવાય ત્યારબાદ જ આ હોસ્પિટલ ફરી શરૂ કરશું.

By

Published : Jan 3, 2021, 10:38 PM IST

રાજકોટમાં ફાયર સેફટી મુદ્દે RMC અને IMA તબીબો આમને-સામને
રાજકોટમાં ફાયર સેફટી મુદ્દે RMC અને IMA તબીબો આમને-સામને

  • ખાનગી હોસ્પિટલ્સ બંધ કરવાની ચીમકી
  • મહાનગરપાલિકાને પણ રજૂઆત કરાઈ
  • ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને નહિ કરાઈ દાખલ

રાજકોટઃ રાજકોટ IMA ડોક્ટર દ્વારા ચીમકી આપી છે કે મનપા ફાયર સેફટીને લઈને હોસ્પિટલ્સ સિલ કરે તેના કારણે હોસ્પિટલ સિલ થયાની બદનામી થાય અને ત્યારબાદ ફરી હોસ્પિટલ્સને ખોલવામાં આવે અને તેના માટે પણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે આ બધાના કારણે IMA દ્વારા જ હોસ્પિટલ્સને બંધ કરવામાં આવશે. જેને લઈને બદનામી ન થાય અને કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.

રાજકોટમાં ફાયર સેફટી મુદ્દે RMC અને IMA તબીબો આમને-સામને

મહાનગરપાલિકાને પણ રજૂઆત કરાઈ

IMA તબીબો દ્વારા શનિવારના રોજ રાજકોટ મનપાના કમિશ્નર તેમજ ચીફ ફાયર ઓફિસરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા હોસ્પિટલોને સિલ કરવામાં નહિ આવે તેવી કોઈ ખાત્રી તેમજ આ અંગે કોઈ વ્યવહારૂ ઉકેલ જણાવામાં આવ્યો હતો. જેને લઈને IMA તબીબોએ પોતે જ આગામી દિવસોમાં દર્દીઓને દાખલ નહિ કરીને હોસ્પિટલ્સને બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને નહિ કરાઈ દાખલ

રાજકોટમાં 8 હોસ્પિટલ્સ સિલ કરવાના મામલે IMA તબીબો રોષે ભરાયા છે. તેમજ કેટલીક હોસ્પિટલમાં જૂનું બાંધકામ હોવાના કારણે, જ્યારે કેટલીક હોસ્પિટલ કોમ્પલેક્ષમાં હોવાથી બિલ્ડીંગમાં અન્ય લોકોના કારણે NOC નહિ મળ્યું અને હાલ ફાયર સેફટીના સાધનોની માંગના કારણે પણ હોસ્પિટલ્સને તમામ સાધનો મળ્યા હોવાની રજૂઆત મનપાને કરી હતી, આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવતા તબીબોએ દર્દીઓને પણ આગામી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ નહિ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details