અમદાવાદઃ રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોનો (Allegation of ransom against Rajkot CP Manoj Agarwal) મામલો ગરમ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ આજે ગાંધીનગર (Rajkot South MLA Govind Patel in Gandhinagar) જશે. અહીં તેઓ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લખેલા પત્ર મામલે (MLA Govind Patel Letter) સરકારને વિગતવાર રજૂઆત કરશે.
આ પણ વાંચો-ક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા
ગૃહ વિભાગ થયું સતર્ક
ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા રિકવર કરવાના બદલામાં (Rajkot CP Extortion Money Case) કમિશન લઈને હપતા વસુલી કરે છે. જોકે, ગોવિંદ પટેલના આ આક્ષેપો બાદ રાજકીય (Allegation of ransom against Rajkot CP Manoj Agarwal) ગરમાવો આવ્યો છે. સાથે જ ગૃહ વિભાગ પણ સતર્ક થયું છે.
આ પણ વાંચો-રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP
ગૃહ વિભાગે સોંપી તપાસ
તો આ તરફ રાજ્યના ગૃહ વિભાગે આ મામલાની ગંભીરતાને જોતા ગૃહ સચિવ, ડીજીપી આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ સાથે બેઠક (Home Department ordered an investigation) યોજી હતી. આ સમગ્ર મામલાની તપાસ સિનિયર IPS અધિકારીને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે હવે આ મામલાની તપાસ પોલીસ તાલીમના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયને સોંપવામાં આવશે. તેઓ આ અંગેનો રિપોર્ટ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને સોંપશે.
ગોવિંદ પટેલના આક્ષેપોનું અન્ય નેતાઓએ કર્યું સમર્થન
આપને જણાવી દઈએ કે, ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર સામે કરેલા આક્ષેપોનું (Rajkot CP Extortion Money Case) સમર્થન અન્ય નેતાઓએ પણ કર્યું હતું. તેમણે આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર પણ લખ્યો હતો. ત્યારબાદ ગૃહ રાજ્યપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ મામલાની તપાસ સોંપી હતી.