રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા વોરિયન્ટ એમિક્રોન (Rajkot Civil Omicron Alert)ના કેસમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે પણ એમિક્રોનના કેસ જોવા મળ્યા છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો રોજ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી રીતે દર્દીઓ લાઈનમાં અલગ-અલગ રોગના કેસ કઢાવવા માટે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઇને લાગે છે કે, રાજકોટમાં આગામી દિવસોમાં જો એમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ (Omicron positive case in rajkot) નોંધાય તો તેમા ચોક્કસથી સંક્રમણ ફેલાઇ શકે છે.
50 ટકા ઘટ્યો ઋતુજન્ય રોગચાળો: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
રાજકોટ સિવિલ અધિક્ષક (Rajkot civil superintendent) આર.એસ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસનાં આંકડાઓ અનુસાર, ડેંગ્યુનાં 18 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, કોલેરાનો કોઈપણ કેસ નોંધાયો નથી. જે અગાઉના પ્રમાણમાં ઘણું ઓછું એટલે કે 50 ટકા ઘટ્યું છે. સિઝન બદલાયા બાદ વકરેલો રોગચાળો હાલ કાબુમાં આવી ગયો છે. કોરોના અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલ એકપણ કેસ નથી, અને ઓમિક્રોન અંતર્ગત જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing in gujarat ) માટે મોકલવામાં આવેલા 3 દર્દીઓનાં રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. જેને લઈને રાજકોટમાં એમિક્રોનના પોઝિટિવ કેસ મામલે ચિંતાનો વિષય નથી.