ગુજરાત

gujarat

By

Published : Jun 21, 2022, 6:47 PM IST

ETV Bharat / city

ભૂદેવનુ ભાવથી ભોજન : સૌરાષ્ટ્રના માનવી લોકોની સેવા કરવાનો અવસર ચૂક્તા નથી

રાજકોટના ઉપલેટામાં એક બ્રાહ્મણ પરિવારે શ્રમિકો માટે (Rajkot Brahmin Service Worker) અનોખું ભોજન સેવાનું કાર્ય સામે આવ્યું છે. ભૂદેવ પરિવાર તેમજ તેમના સાથી દ્વારા અંદાજે 1500-2000 જેટલા લોકોને ભાવથી (Meal Service in Upleta) ભોજન કરાવી અને રાજીપો મેળવ્યો હતો.

ભૂદેવનુ ભાવથી ભોજન : સૌરાષ્ટ્રના માનવી લોકોની સેવા કરવાનો અવસર ચૂક્તા નથી
ભૂદેવનુ ભાવથી ભોજન : સૌરાષ્ટ્રના માનવી લોકોની સેવા કરવાનો અવસર ચૂક્તા નથી

રાજકોટ :સૌરાષ્ટ્ર કાઠીયાવાડની ધીંગધરતી શુરવીરતા, પ્રેમ અને દાતારીની પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્ર પંથક પર દરરોજ અનેક જગ્યા પર રામ રોટી ચાલતી હોય છે. તો બીજી તરફ લોકો પણ શ્રમિકોની સેવા કરવાનો અવસર ચૂકતા નથી, ત્યારે રાજકોટના ઉપલેટા રહેતો વ્યાસ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી (Rajkot Brahmin Service Worker) સેવાઓ સાથે સંકળાયેલો છે. જેમાં તેઓ માનવ સેવા, જીવ શ્રુષ્ટિની સેવા, માનવ કલ્યાણ અને ગરીબો, દરિદ્રો અને નારાયણની સેવાઓ કરે છે. હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે આ પરિવાર દ્વારા અંદાજે 2000 જેટલા શ્રમિકો, દરિદ્રો, નારાયણો માટેની ભોજનની (Meal Service in Upleta) ખાસ વ્યવસ્થા કરી હતી.

ભૂદેવે સેવા કરી રાજીપો મેળવ્યો

આ પણ વાંચો :સ્ટ્રિટલાઈટના અજવાળા હેઠળ યુવક આ રીતે બાળકોના ભવિષ્યને બનાવી રહ્યો છે ઉજ્જવળ

અનોખી સેવા - વ્યાસ પરિવારે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાનો સમય હતો. જેમાં ફળોના રાજા કેરીનો ભાવ ખૂબ વધારે હતો. જેથી શ્રમિકો માટે મોંઘા ભાવો ચૂકવવા કદાચ પોસાતા ન હોઈ, ત્યારે આ વર્ષમાં એક વાર આવતી કેરી તેઓ ખાઈ ના શક્ય હોઈ (Upleta Brahmin Service Work) તે માટે પરિવાર અને સેવકોના સાથ અને સહકારથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. દર વર્ષે અનેકો આયોજનો અને સેવાઓ કરતા હોય છીએ. જેમાં તેઓ ઉનાળામાં વિનામૂલ્યે ગરીબ બાળકો, મજુરો સહિતના સૌ કોઈને વિતરણ કરે છે. સાથે પશુઓ, પક્ષીઓ માટે પણ પોતાનાથી થતી તમામ સેવાઓ અને મદદ કરે છે અને પોતાના (Meal Service in Rajkot) આ જીવનને સેવા સાથે બાંધી રાખેલી છે.

શ્રમિકો માટે કાર્ય

આ પણ વાંચો :નારી તૂં નારાયણી, એક ગૃહિણી બની 300 બાળકોની માતા

સેવા સકંટ ટાળે છે - ઉપલેટાના જીગ્નેશ વ્યાસે જણાવ્યું હતું કે, તેઓ માનવતા અને જીવ સૃષ્ટિ માટે છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી સેવાઓ અને મદદ કરે છે. દરેક લોકોએ પોતાનાથી થતી સેવા, મદદ કરવી જોઈએ અને એકબીજાને અને જીવ માત્રને મદદ કરવી જોઈએ. જેથી કરીને જીવનમાં ક્યારેય પણ સંકટ સમય આવે ત્યારે તમે કરેલ નેક કાર્યો, સેવાઓ તમારા પર આવેલા સંકટ દુર કરી નાખે છે. જેથી લોકોએ આવી સેવાઓ (Rajkot Workers Service) અવિરત કરીને માનવતા દાખવવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details