ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં બુટલેગર દારુ ભરેલી ગાડી લઈ થયો ફરાર, પોલીસ કર્મીએ ફિલ્મી ઢબે કર્યો ઇસમનો પીછો - Rajkot bootlegger

રાજકોટમાં જાણે બુલટેગરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેવી રીતે અંગ્રેજી દારૂનું વહેંચાણ કરી રહ્યા છે. ત્યારે પોલીસો પણ બુલટેગરોને પકડી પાડવામાં હવે પાછળ રહ્યા નથી. રાજકોટમાં એક બુટલેગરે પોલીસ કર્મીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસીબે પોલીસ કર્મીને આ ઘટનામાં સામાન્ય ઇજા જ થઈ હતી.

rajkot
rajkot

By

Published : Oct 13, 2020, 10:19 AM IST





રાજકોટઃ રાજકોટમાં જાણે બુલટેગરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેવી રીતે અંગ્રેજી દારૂનું વહેંચાણ કરી રહ્યા છે. ત્યારે પોલીસો પણ બુલટેગરોને પકડી પાડવામાં હવે પાછળ રહ્યા નથી. રાજકોટમાં એક બુટલેગરે પોલીસ કર્મીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસીબે પોલીસ કર્મીને આ ઘટનામાં સામાન્ય ઇજા જ થઈ હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, માંડાડુંગર નજીક આવેલા માનસરોવર સોસાયટીમાં સાર્વજનિક પ્લોટમાં પડેલી બોલેરો પિકઅપ ગાડીમાં ડ્રાઈવરની કેબીનમાં ઈંગ્લીશ દારુ પડ્યો છે. તેમજ આ ગાડી લેવા માટે તેનો ડ્રાઈવર પણ આવવાનો છે. જેના આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસ કરતા બોલેરો પિકઅપ ગાડી પણ ત્યાં જોવા મળી હતી અને તેના ડ્રાઈવરની કેબિનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પણ હતો.

જેને લઈને ક્રાઇમબ્રાન્ચની ટિમ પણ અહીં ગાડીના ડ્રાઈવર આવવાની વોચમાં ગાડીની નજીક ગોઠવાઈ ગઈ હતી. જ્યારે બોલેરો વાન નજીક એક ઈસમ આવ્યો અને ચાવીથી ગાડીનો દરવાજો ખોલીને અંદર બેઠો તે દરમિયાન ક્રાઇમબ્રાન્ચની ટીમે ગાડીને કોર્ડન કરી હતી અને ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી હતી. પરંતુ ગાડીના ડ્રાઈવરે પોલીસથી બચવા માટે ગાડી ચાલુ કરીને ચલાવી હતી. જેને લઈને ગાડીની પાછળની સાઈડમાં ક્રાઇમબ્રાન્ચની ખાનગી પેટ્રોલીંગની સ્કોડા કાર હતી અને આ બન્ને ગાડી વચ્ચે કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકા હતા. તેમને પણ બોલેરો ગાડીના ડ્રાઈવરે પોલીસ હોવાની ઓળખાણ આપી હતી છતાં ઇસમે પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાના ઇરાદે ગાડી રિવર્સમાં ચલાવી હતી.

જેના કારણે કોન્સ્ટેબલ સ્નેહ પોતાનો જીવ બચાવવા માટે બોલેરો ગાડીના પાછળના ભાગમાં ચડી ગયા હતા. જો કે, બોલેરો ગાડીના ડ્રાઈવર દ્વારા પણ ફૂલ સ્પીડે અહીંથી ગાડી ભગાડી દીધી હતી અને બોલેરો ગાડીમાં પાછળના ભાગે પોલીસ કોન્સ્ટેબલ હોય તેને પછાડવા માટે સર્પાકાર રીતે ગાડી ફૂલ સ્પીડે ચલાવી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલને નાક અને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે બીજી તરફ આ બોલેરોને રોકવા માટે ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ બે ખાનગી વાહનમાં બોલેરો પાછળ હતી. ત્યારે રસ્તામાં બોલેરોના પાછળના ભાગમાં બેઠેલા કોન્સ્ટેબલ દ્વારા બોલેરો ચાલકને રોકવા માટે પોલીસની ઓળખાણ આપી હતી. પરંતુ ડ્રાઈવરે ગાડી ઉભી રાખી નહોતી. જેથી પાના વડે કોન્સ્ટેબલ દ્વારા ગાડીના આગળના દરવાજાના બન્ને કાચ ફોડી નાખ્યા હતા અને ડ્રાઈવરને ગાડી ઉભી રાખવા માટે સૂચના કરી હતી પરંતુ તેને ઉભી રાખી નહોતી.

બાદમાં ડ્રાઈવરે બોલેરો કાર ફૂલ સ્પીડમાં ચલવતાં ગાડી રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. જો કે, આ દરમિયાન ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જ્યારે ગાડીમાં પાછળ બેસેલા પોલીસ કોન્સ્ટેબલ સ્નેહભાઈને મૂંઢ માર ઈજા થઈ હતી. બોલેરો અથડાતા તાત્કાલિક ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કોન્સ્ટેબલને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. ક્રાઇમબ્રાન્ચે બોલેરો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો, બિયરનો જથ્થો અને ગરૈયા રમેશભાઈ રાણાભાઈ નામના વ્યક્તિના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ સાથે કુલ 3,42250 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

જ્યારે ઘટનામાં પોતાના જીવને જોખમમાં મુકીને પણ પોતાની ફરજ નિભાવનાર પોલીસ કોન્સ્ટેબલનું પણ શહેર પોલીસ કમિશ્નર દ્વારા સન્નમાન કરવામાં આવ્યું છે અને રૂપિયા 3 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ગોપાલભાઈ ભાદરકાનું નામ ગેલેન્ટ્રી એવોર્ડ માટે પણ નોમિનેટ કરવાની કાર્યવાહી રાજકોટ પોલીસ પણ કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details