- રાજકોટમાં મહિલા બની અકસ્માતનો ભોગ
- ચહેરાના ભાગે ટ્રેક્ટરનું ટાયર ફરી વળ્યું
- રીક્ષાચાલકે ટક્કર મારતા દંપતિ રોડ પર ફંગોળાયું હતું
રાજકોટઃ આ સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં અકસ્માતમાં ભોગ બનનાર ગોપાલભાઈ સોલંકીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ રાજકોટની એક ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમજ ગત 3 માર્ચના રોજ સવારના સમયે તેઓ પોતાની પત્ની નેહા સાથે મોપેડમાં બેસી રૈયારોડ ખાતે કાકાના દીકરાની દીકરીના દુઃખ પ્રસંગે જવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન કનૈયા ચોક નજીક પહોંચતાં એક રિક્ષાચાલકે પાછળથી ટક્કર મારતાં બંને રોડ પર ફંગોળાયાં હતાં અને પાછળથી એક ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર તેમની પત્નીના મોં પર ફરી વળ્યું હતું. ઘટનામાં મહિલાના મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
રાજકોટમાં પતિની નજર સામે જ પત્નીના મોં પર ટ્રેકટરનું ટાયર ફરી વળ્યું, ગંભીર ઇજા
સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગંભીર અકસ્માતો પણ દિવસેને દિવસે જોવા મળી રહ્યાં છે. આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પતિની નજર સમક્ષ પત્નીનું મોં છૂંદાઈ ગયું હતું. આ ઘટનામાં પત્નીને ગંભીર ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં પતિની નજર સામે જ પત્નીના મોં પર ટ્રેકટરનું ટાયર ફરી વળ્યું, ગંભીર ઇજા