ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot 4 Schools Close a week : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના પોઝિટિવ, અઠવાડિયું બંધ રહેશે

રાજકોટ શહેરની જ્યારે વિવિધ ખાનગી શાળાઓમાં કોરોના પોઝિટિવ કેસ (Rajkot 4 Schools Close a week ) નોંધાવાની વાત સામે આવી છે. જેને પગલે શહેરની જુદી જુદી 4 શાળાઓ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો Rajkot DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Rajkot 4 School Close a week : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના પોઝિટિવ, અઠવાડિયું બંધ રહેશે
Rajkot 4 School Close a week : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના પોઝિટિવ, અઠવાડિયું બંધ રહેશે

By

Published : Dec 17, 2021, 7:19 PM IST

રાજકોટ: રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે શિક્ષણકાર્ય ઓફ લાઇન શરૂ થયું છે. ત્યારે બાળકો પણ હવે શાળાએ જતાં થયાં છે. એવામાં રાજકોટમાં અલગ-અલગ ચાર જેટલી ખાનગી શાળાઓમાં કોરોના પોઝિટિવ કેસ (Rajkot 4 Schools Close a week ) નોંધાયા છે. આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ મીડિયા (Rajkot DEO) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરની 4 શાળાઓમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 1 નચિકેતા સ્કૂલનો વિદ્યાર્થી બે દિવસ પહેલાં જ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઈન શિક્ષણ મેળવતી હતી તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે SNK સ્કૂલમાં (Rajkot private schools) ધોરણ 10માં ભણતા ટ્વિન્સ ભાઈબહેનના કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona positive student) આવ્યા છે. આ સાથે જ MV ધુલેશીયા સ્કૂલમાં એક શિક્ષકને ગઈકાલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ 4 શાળાઓમાં નિર્મલા શાળામાં એક વિદ્યાર્થિનીને, નચિકેતામાં એક વિદ્યાર્થિનીને, શહેરની SNK સ્કૂલમાં twins ભાઇબહેનને અને MV ધુલેશીયા સ્કૂલમાં એક શિક્ષકને કોરોના પોઝિટિવ નોંધાયો છે.

શાળાઓ એક અઠવાડિયા માટે બંધ

જિલ્લા શિક્ષણ અધિકારીએ (Rajkot DEO) વધુમાં જણાવ્યું હતું કે જે શાળામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તે શાળાઓને 1 અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ (Rajkot 4 Schools Close a week) આપવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં શાળાઓમાં (corona positive student) ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ સમયાંતરે અમારી ટીમ પણ ઓચિંતી શાળાઓની (Rajkot private schools) મુલાકાત કરશે અને જે પણ શાળા કોરોનાની ગાઈડલાઈન પાલન ચુસ્તપણે કરે છે કે નહીં તે તમામ બાબતોની ચકાસણી કરશે.

Rajkot 4 School Close a week: ડીઇઓએ શાળાને બંધ રાખવા સૂચના આપી

રાજ્યમાં હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 580 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 દર્દીઓ વેન્ટિલેટર પર અને 574 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,100 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,687 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

કેન્દ્ર સરકારની સૂચના બાદ બાળકોને રસીકરણ શરૂ થશે

તાજેતરમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે (Omicron Update in Gujarat) જાહેરાત કરી હતી કે ગુજરાત પાસે અત્યારના સમયમાં બાળકો માટે બે પ્રકારની રસીઓ ઉપલબ્ધ છે પરંતુ કેન્દ્ર સરકારની હજી સુધી મંજૂરી આવી નથી. આમ જ્યારે કેન્દ્ર સરકારની મંજૂરી પ્રાપ્ત થશે ત્યારથી જ બાળકોમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યમાં તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે અને સુરતમાં અનેક બાળકો પોઝિટિવ સામે આવ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સંકલનમાં (Corona New Variant Omicron) રહીને તમામ કામગીરી કરાતી હોવાનું નિવેદન આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે (Additional Chief Secretary for Health Manoj Agarwal)આપ્યું હતું.

ગાઈડલાઇન્સ ભંગ ન થાય તે માટે કલેકટરને સૂચનાઓ અપાઈ છે

રાજ્યમાં અત્યારે ઓમિક્રોનના કુલ પાંચ જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ (Omicron Update in Gujarat) ગયા છે ત્યારે આ કેસમાં અને સંક્રમણમાં કોઈપણ પ્રકારનો વધારો ન થાય તેની સાવચેતીરૂપે રાજ્ય સરકારે તમામ કલેકટરોને કોરોનાની guidelines ભંગ ન થાય તે માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ જગ્યાએ 400થી વધુ વ્યક્તિઓ એકઠાં ન થાય તે બાબતની પણ તકેદારી (Corona New Variant Omicron) રાખવાની સૂચના રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આપી છે.

રસીકરણની સ્થિતિ

ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું નવું વેરિયન્ટ આવતાની સાથે વેક્સિન (corona vaccination in gujarat)પ્રક્રિયા વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન અપાઈ રહી છે. આજે 24 કલાકમાં 2,94,532 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,64,92,183 ડોઝ આપવામાં આવ્યા છે. પહેલા ડોઝ (corona vaccine first dose in gujarat)માં ગુજરાત કેરળ બાદ બીજા નંબરે છે, જ્યારે સેકન્ડ ડોઝ (corona vaccine second dose in gujarat) પણ 90 ટકાથી વધુ અપાયા બાદ હવે બૂસ્ટર ડોઝને લઈને વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Omicron Update in Gujarat : જામનગરના પ્રથમ ઓમિક્રોન દર્દી સહિત ત્રણેય સ્વસ્થ થઇ ઘેર ગયાં

આ પણ વાંચોઃ Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે માસ્ક પહેરીને જજો!

ABOUT THE AUTHOR

...view details