ગુજરાત

gujarat

ETV Bharat / city

કિશોરો, તરુણ અને યુવાનોમાં વધતી જતી આત્મહત્યાના કારણો અને લાઈવ સ્ટ્રીમયાર્ડ આત્મહત્યાના કારણોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ - Psychological reason

આજે 2021માં સોશ્યલ મીડિયાના જમાનામાં બધુ ફાસ્ટ થઈ ગયુ છે સાથે લોકોની ભાવનાઓ પણ ફાસ્ટ થઈ ગઈ છે. આજકાલ નાના તરૂણો અને કિશોરો સતત મોબાઈલના વપરાશથી ના શીખવાનું પણ શીખે છે અને આ વયમાં આજકાલ આત્મહત્યાનું પણ પ્રમાણ વધ્યું છે.

rajkot
કિશોરો, તરુણ અને યુવાનોમાં વધતી જતી આત્મહત્યાના કારણો અને લાઈવ સ્ટ્રીમયાર્ડ આત્મહત્યાના કારણોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

By

Published : Sep 9, 2021, 1:38 PM IST

રાજકોટ : છેલ્લા વર્ષોથી આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આત્મહત્યા કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિ કરે છે. પરંતુ આજે ખાસ કિશોરો, તરુણ અને યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે લાઈવ સ્ટ્રીમયાર્ડ અને ઓનલાઈન આત્મહત્યાનું પણ પ્રમાણ વધ્યું છે. તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ડો. ધારા આર. દોશી દ્વારા કરવામાં આવ્યું છે. જે ક્યાંક સમાજને ઉપયોગી થઈ પડશે.

બુલિંગ: એક પ્રકારની ગુંડાગીરી

ગુંડાગીરી એ છે કે જ્યારે એક બાળક બીજા બાળકને વારંવાર હેરાન પરેશાન કરે છે. સામાન્ય રીતે જે બાળકોને ધમકાવવામાં આવે છે તેઓ મોટા બાળકોથી નબળા અથવા નાના હોય છે, શરમાળ હોય છે અને સામાન્ય રીતે લાચાર લાગે છે. જેના કારણે તે સતત હતાશામાં રહી ભયને લીધે આત્મહત્યા તરફ પ્રેરાય છે. શારીરિક, શાબ્દિક અને સામાજિક આ ત્રણ પ્રકારની ગૂંડાગીરીનો ભોગ બાળક બને છે. આ પ્રકારની બાબતો શાળા, પાડોશી, નજીકના મિત્રો દ્વારા થઈ શકે.

સાયબર બુલિંગ

ઇલેક્ટ્રોનિક અથવા ઓનલાઇન ગુંડાગીરી તરીકે પણ ઓળખાય છે, સાયબર ધમકીમાં ડિજિટલ વિશ્વમાં થતી હાનિકારક શબ્દો અને ક્રિયાઓનો સમાવેશ થાય છે. અહીં બાળકોને ધમકાવી અને ડરાવીને તેમની પાસે કામ કરાવવામાં આવે છે અને તેમની પાસે ઘણી વખત પૈસા પણ પડાવવામાં આવે છે. જેમ કે કોઈને સતત મોબાઈલ કે મેઈલ દ્વારા સંદેશા મોકલવા, વ્યક્તિની શરમજનક તસવીરો શેર કરી કરવી, વ્યક્તિ વિશે ખોટી વાતો બનાવવી અને ફેલાવવી વગેરે ઉદાહરણો છે. સાયબર ધમકીઓ ટેક્સ્ટ મેસેજિંગ દ્વારા, સોશિયલ મીડિયા સાઇટ્સ, એપ્લિકેશન્સ, ઈ-મેલ, વેબ ફોરમ અથવા મલ્ટિ-પ્લેયર ઓનલાઇન ગેમ્સ પર થઈ શકે છે.

નાની ઉંમરમાં દારૂ અથવા નશાનું સેવન અને વ્યસન

નાની ઉંમરમાં થતું કોઈપણ વ્યસન બાળકના ભવિષ્ય માટે ખૂબ હાનિકારક છે. વ્યસનની લત જ્યારે લાગે છે અને એ જરૂરિયાત જ્યારે પૂર્ણ નથી થતી ત્યારે તલપ ના કારણે આત્મહત્યા તરફ પ્રેરાય છે.

જાતીય શોષણ

12 થી 34 વર્ષના કિશોરો અને યુવાન વયસ્કોમાં જાતીય શોષણને લીધે પણ આત્મહત્યા થતી જોવા મળે છે. કિશોરો જાતીય હુમલાની જાણ કરવામાં ભય અને શરમ અનુભવે છે. ક્યારેક ભૂલથી કિશોર પોતે સહમત થાય તો પછી તે ના કહી ન શકવાને કારણે શોષણ સતત થતું રહે છે. તેમને ભય હોય છે કે તેની આ બાબતનો કોઈ સ્વીકાર કરશે કે કેમ?

ઘરની અંદર કોઈ ઘાતક હથિયાર અથવા ઝેરી પદાર્થ હોવું

ઘણા લોકોને ઘરમાં જ અમુક ઘાતક હથિયારો હોય છે. ગુસ્સો આવતા કે આત્મહત્યાનો વિચાર આવતા વ્યક્તિની સામે જ્યારે આ હથિયાર હોય ત્યારે તેનો ઉપયોગ કરી જીવન ખતમ કરવા આગળ વધે છે.

શાળામાં થતું શોષણ

જ્યારે કિશોરોનું શાળામાં શોષણ થાય તો પણ તે આત્મહત્યા તરફ પ્રેરાય છે. ઘણી વખત સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કે જો કોઈ શિક્ષક દ્વારા બાળકનું શોષણ થાય તો પણ તે આ ગંભીર પગલું ભરી શકે.

નિમ્ન આત્મ વિશ્વાસ

નિમ્ન આત્મ વિશ્વાસથી પીડિત વ્યક્તિ આત્મહત્યાનો ભોગ બની શકે. પોતાના પરથી જ્યારે વિશ્વાસ જતો રહે ત્યારે દુનિયામાં રસ ન રહેવાથી વ્યક્તિ આ પગલું ભરે છે.

ઉચ્ચ આકાંક્ષાઓ અને નિમ્ન સહન શક્તિ

આ બાબત ને લીધે કિશોરોમાં આત્મહત્યા કરવાનું વધુ પ્રમાણ જોવા મળે છે. પોતાની સરખામણી જ્યારે પોતે જ ધનાઢય લોકો સાથે કરે અને જરૂરિયાત પૂર્ણ ન થાય ત્યારે કિશોરો કે તરુણ અને યુવાનો આત્મહત્યા તરફ દોરાય છે. સાથે સહનશક્તિ આજના બાળકોમાં ખૂબ ઘટી ગઈ હોય ઉચ્ચ અહમ ધરાવતા થયા છે. અહમને ઠેસ લાગતા આ પગલું ભરવા તરફ પ્રેરાય છે.

નિષફળતાને પચાવી ન શકવું

આજે દરેક લોકોને સફળ જ થવું છે. પણ ઘણી વખત સમય, સંજોગ અને પરિસ્થિતિના કારણે અસફળતા પણમળતી હોય છે પણ એ બાળક પચાવી શકતો નથી અને આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે.

પ્રેમમાં અસફળતા કે એકપક્ષીય પ્રેમ

પ્રેમમાં પડવું આજના કિશોર, તરુણ કે યુવાન માટે રમતવાત બની ગઈ છે. પહેલી નજરનો પ્રેમ સમજી વ્યક્તિ પોતાનું બધું ત્યજી બસ પ્રેમમાં તરબતર બને છે અને જ્યારે અસફળ બને છે ત્યારે મોત વ્હાલું કરે છે.

વર્તનમાં જોવા મળતા ફેરફાર જેની માતા પિતા કે શિક્ષકોએ નોંધ લેવી જરૂરી

  • પરિવાર અને સાથીદારો પાસેથી રૂપિયા લેવા
  • આનંદદાયક પ્રવૃત્તિઓમાંથી રસ ગુમાવવો
  • શાળાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • વ્યક્તિગત દેખાવની અવગણના
  • વ્યક્તિત્વમાં સ્પષ્ટ ફેરફારો
  • ઉદાસી અને નિરાશા
  • ખાવાની પેટર્નમાં ફેરફાર, જેમ કે અચાનક વજન ઘટવું અથવા વધવું
  • ઊંઘની પેટર્નમાં ફેરફાર
  • સામાન્ય સુસ્તી અથવા ઉર્જાનો અભાવ
  • ક્લિનિકલ ડિપ્રેશનના લક્ષણો
  • હિંસક ક્રિયાઓ, બળવો, અથવા ભાગી જવું
  • ડ્રગ અને આલ્કોહોલનો ઉપયોગ
  • લક્ષણો કે જે ઘણી વખત ભાવનાત્મક સ્થિતિ સાથે સંબંધિત હોય જેમ કે માથાનો દુખાવો, થાક, પેટમાં દુખાવો
  • પ્રશંસા અથવા પુરસ્કારો સહન કરવાની ક્ષમતા ગુમાવવી
  • એકાંત ગમવું
  • સોશિયલ મીડિયાથી દૂર થઈ જવું
  • નિષેધક વાતો કરવી
  • હસતા હસતા રડી પડવુ

શા માટે વ્યક્તિ લાઈવ કે ઓનલાઈન આત્મહત્યા કરે છે?

છેલ્લા ઘણા સમયથી ઘણા કિસ્સામાં વ્યક્તિ ફેસબુક લાઈવ, કે લાઈવ સ્ટ્રીમયાર્ડ કરી આત્મહત્યા કરે છે તેનું મનોવૈજ્ઞાનિક કારણ જોઈએ તો લાઇવ સ્ટ્રીમિંગ આત્મહત્યા દ્વારા, વ્યક્તિ વ્યાપક લોકોને પોતાની ક્રિયાઓને તર્કસંગત અને ન્યાયી ઠેરવે છે કે તે શા માટે આત્મહત્યા કરે છે. ઘણા કિસ્સાઓમાં, આપણે વાસ્તવિક કૃત્ય પહેલાં એક કબૂલાત જોઈએ છીએ, જ્યાં વ્યક્તિ ઘણી બાબતો રજૂ કરે છે જેમકે તેને કેવી રીતે હેરાન કરવામાં આવી હતી અથવા તે કેટલી હદે તૂટી ગઈ હતી તે શેર કરે છે.

કેટલાક કિસ્સાઓમાં, આ કૃત્ય બોયફ્રેન્ડ/ ગર્લફ્રેન્ડ અથવા કુટુંબના સભ્ય જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આત્મહત્યાનું કારણ હોય તે વ્યક્તિને દર્શાવવા માટે કે તે પોતે કેટલો દુઃખી કે એકલો છે તે બતાવવા લાઈવ આત્મહત્યા કરતા હોય.એક રીતે, એક વ્યક્તિજે આત્મહત્યા કરવા જઈ રહી છે તે અર્ધજાગૃતપણે જવાબદાર વ્યક્તિ નિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરવા માટે જવાબદાર છે. સાથે કઈ વ્યક્તિ ના કારણે તે આ કૃત્ય કરે છે તે પણ અહીં દર્શાવતા હોય છે જેથી ન્યાય મળી રહે. ઘણા લોકો માટે, તેમની ઓનલાઈન આત્મહત્યાએ 'મદદ માટે પોકાર' છે. તેને એવું લાગે છે કે કોઈ અન્ય વ્યક્તિ આ કૃત્યને રોકવા માટે પહેલ કરશે અને કંઈ કરશે નહીં, પણ જ્યારે એવું નથી થતું ત્યારે પીડિતનો વિશ્વાસ તૂટે છે અને તેમની લાચારીમાં વધારો કરે છે. લાઇવ સ્ટ્રીમિંગ આત્મઘાતી કૃત્ય ભારે લાચારી અને નિરાશાને પરિણામે ગુસ્સો અથવા ઉદાસી દર્શાવવાનો તેમનો માર્ગ હોઈ શકે છે.

એક મિનિટ વિચારો

દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા અલગ હોય છે. માટે તમે પણ બીજાથી અલગ છો એ સ્વીકારો. ખોટી વાતો મગજમાં રાખી આ અમૂલ્ય જીવન ન ખોઈ બેસો. જીવનમાં કશું અંતિમ નથી. દરેક સૂર્યાસ્ત નવો સૂર્યોદય લઈને આવે છે. જીવનમાં મળેલ અસફળતા એ આખરી અસફળતા નથી. ઘણી સફળતા તમારી રાહ જોઈ બેઠી છે. એક આવેગમાં આવી જીવન ગુમાવો નહિ. જિંદગીને ભરપૂર પ્રેમ કરો જિંદગી તમને ઘણું આપશે.

ABOUT THE AUTHOR

...view details