ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ ગ્રેડ પે મામલે રાજકોટ કલેક્ટર કચેરીએ વિરોધ, NSUIના 9 કાર્યકર્તાઓની અટકાયત - ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ (Gujarat Police)ના કર્મચારીઓના ગ્રેડ પે (Grade Pay) મામલે રાજકોટમાં પણ વિવિધ સંગઠનો દ્વારા પોલીસના વેતનના મામલે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. રાજકોટ NSUI દ્વારા પણ કલેક્ટર કચેરી (Collector's Office) ખાતે જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે NSUIના 9 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી

પોલીસ ગ્રેડ પે મામલે રાજકોટ કલેક્ટર કચેરીએ વિરોધ, NSUI 9ના કાર્યકર્તાઓની અટકાયત
પોલીસ ગ્રેડ પે મામલે રાજકોટ કલેક્ટર કચેરીએ વિરોધ, NSUI 9ના કાર્યકર્તાઓની અટકાયત

By

Published : Oct 29, 2021, 10:30 PM IST

  • રાજકોટમાં વિવિધ સંગઠનો દ્વારા પોલીસ ગ્રેડ પે મામલે આવેદનપત્રો આપવામાં આવ્યા
  • NSUI દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર
  • NSUIના 9 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી

રાજકોટ: તાજેતરમાં જ ગુજરાત પોલીસ (Gujarat Police)ના કર્મચારીઓ દ્વારા વિવિધ જિલ્લામાં અને સોશિયલ મીડિયા (Social Media)માં ગ્રેડ પે મામલે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ (Congress) સહિતના વિપક્ષો દ્વારા પોલીસના ગ્રેડ પે આંદોલન (Police grade pay movement)ને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું, જેને લઇને રાજકોટમાં પણ વિવિધ સંગઠનો દ્વારા પોલીસના વેતનના મામલે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું હતું

રાજકોટ NSUI દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોલીસની માંગણીઓને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર હતું. જો કે NSUIના 9 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ કરતા NSUIના કાર્યકરો સામે ફરિયાદ

રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

NSUIના કાર્યકર્તાઓએ રાજકોટ કલેકટર કચેરી ખાતે જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાનું હતું. તેઓ આ મામલે આવેદનપત્ર પાઠવે તે પહેલા જ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે તેમની અટકાયત બાદ NSUIના 9 જેટલા કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રેડ પે મામલે રાજકોટ પોલીસ દ્વારા પ્રથમ વખત ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રદ્યુમનગર પોલીસ મથકમાં નોંધાયો ગુનો

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન મામલે પ્રદ્યુમનનગર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં IPC કલમ 283, 1992ની કલમ નંબર 3 તથા GP એક્ટ કલમ નંબર 135 મુજબ ગુનો નોંધાયો છે, જ્યારે રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂત સહિત 9 NSUIના કાર્યકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ આગામી દિવસોમાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો: Skill India competition 2021 અંતર્ગત 5 રાજ્યનાં વિદ્યાર્થીઓ 38 સ્પર્ધાઓમાં જોડાશે

આ પણ વાંચો: વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા

ABOUT THE AUTHOR

...view details