ગુજરાત

gujarat

ETV Bharat / city

કેદીઓની તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર - રાજકોટ સેન્ટ્રલ જેલને તિરંગી ફૂલોનો શણગાર

રાજકોટમાં જેલના કેદીઓએ ઢોલનગારા સાથે ત્રિરંગા યાત્રા Rajkot Prisoners Tiranga Yatra યોજી હતી. અહીં કેદીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. તેમની આ યાત્રામાં પોલીસ જવાનો પણ જોડાયા હતા.

કેદીઓની તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર
કેદીઓની તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

By

Published : Aug 15, 2022, 8:08 AM IST

રાજકોટઅઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઠેરઠેર ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી (Har Ghar Tiranga) રહ્યું છે. ત્યારે રાજકોટમાં જેલના કેદીઓએ પણ જેલને શણગારી ઢોલ-નગારા સાથે ઉત્સવ (Rajkot Prisoners Tiranga Yatra) હતો. સાથે જ કેદીઓ અને પોલીસ જવાનો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

કેદીઓએ ઢોલ અને શરણાઈ પણ વગાડી

જેલને શણગારાઈ સેન્ટ્રલ જેલના કેદીઓએ જેલને તિરંગી ફૂલોથી શણગારી (Decoration of tricolor flowers to Rajkot Central Jail) દીધી છે. તેમ જ મા ભારતીનો ફોટો પણ જેલની દીવાલ પર લગાવ્યો છે. કેદીઓ દ્વારા જેલને શણગારીને તિરંગા યાત્રા પણ યોજી (Rajkot Prisoners Tiranga Yatra) હતી અને બાદમાં ઢોલ-નગારાના તાલે ગરબા પણ રમ્યા અને ડાન્સ કર્યો હતો.

જેલને શણગારાઈ

આ પણ વાંચોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કર્યું, જૂઓ વીડિયો

100 કેદીઓ કાપી રહ્યા છે સજારાજકોટની સેન્ટ્રલ જેલમાં હાલ 100 જેટલા કેદીઓ અલગઅલગ ગુના હેઠળ સજા કાપી રહ્યા છે. ત્યારે સ્વાતંત્ર્ય પર્વ હોવાથી કેદીઓ પણ દેશભક્તિમાં લીન થયા છે, જેમાં કેદીઓએ દેશભક્તિની ભાવના સાથે પોતાની રીતે જ જેલને શણગારી દીધી છે અને બાદમાં પોલીસ જવાનો સાથે કેદીઓએ તિરંગા યાત્રા (Rajkot Prisoners Tiranga Yatra) યોજી હતી.

દેશભક્તિના સૂત્રો ગૂંજી ઊઠ્યા

આ પણ વાંચોઆ વ્યક્તિએ ગાંધીજીને ચરખો ચલાવતા શિખવાડ્યું, જાણો લડવૈયાઓની કહાની

દેશભક્તિના સૂત્રો ગૂંજી ઊઠ્યાકેદીઓ દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં (Rajkot Prisoners Tiranga Yatra) “ભારત માતા કી જય”, “વંદે માતરમ્”, “ઇન્કલાબ ઝિંદાબાદ” સહિતના દેશભક્તિના નારાઓ પણ લગાવ્યા હતા, જેથી જેલમાં આ પ્રકારના વાતાવરણથી જેલ પણ દેશભક્તિના વાતાવરણમાં પરિવર્તિત થઈ હતી. સાથે જ કેદીઓએ ઢોલ અને શરણાઈ પણ વગાડી હતી. તેના તાલે તેઓ ઝૂમતા દેખાયા હતા.

ABOUT THE AUTHOR

...view details