- રાજકોટમાં 12 અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં પહોંચી પોલીસ
- કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતા પોલીસે કરી કાર્યવાહી
- ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં નેતાઓ છતા કાર્યવાહી નહી: પટેલ
રાજકોટઃરાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલા શણગાર હોલ ખાતે 12 જેટલી અનાથ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાનમાં અંદાજીત 400થી વધુ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે, લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. આ સાથે જ જાહેરમાં કોરોનાની ગાઇડલાઇનનો ઉલ્લંઘન લોકો કરી રહ્યા હતા. આ સમગ્ર મામલો ધ્યાનમાં આવતા રાજકોટ આજીડેમ પોલીસ લગ્નસ્થળે પહોંચી હતી. તેમજ આ લગ્નના આયોજક અને શણગાર હોલના માલિકની અટકાયત કરી હતી અને વધુ કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં 12 અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં પોલીસ ત્રાટકી આ પણ વાંચો:અમદાવાદના મેયરની ઉપસ્થિતિમાં કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ ધજાગરા
NCP નેતા રેશ્મા પટેલ પણ હતા હાજર
12 જેટલી અનાથ દીકરીઓના સમૂહ લગ્ન રાજકોટ ખાતે યોજાતા હતા. જેમાં, NCPના નેતા રેશ્મા પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે, તેઓ લગ્ન સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને લગ્નના આયોજક તેમજ હોલના માલિક સહિતનાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ બાદ, NCP નેતા રેશ્મા પટેલ પણ પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ મામલે અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજકોટમાં 12 અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં પોલીસ ત્રાટકી આ પણ વાંચો:અંજારના મેઘપર બોરિચી ગ્રામ પંચાયતના નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
ભાજપ માટે કોઈ કાનૂન નથી: રેશ્મા પટેલ
રાજકોટના આજીડેમ પોલીસ મથક ખાતે પહોંચેલા NCP નેતા રેશ્મા પટેલે આક્ષેપ કર્યા હતા કે, 12 જેટલી અનાથ દીકરીઓના લગ્નની વિધિ શરૂ હોય અને પોલીસે આ વિધિ અધવચ્ચે જ અટકાવી હતી. આ સાથે, દીકરીઓની વિદાય પૂર્ણ થાય તે પહેલાં જ હોલ ખાલી કરાવ્યો હતો. જ્યારે, આજે ભાજપ કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. ત્યારે, પોલીસ ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી. ભાજપના નેતાઓ માટે કોઈ કાનૂન જ નથી અને આ તમામ કાનૂની કાયદાઓ માત્ર સામાન્ય માણસો માટે જ હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. જેનો આગામી દિવસોમાં અમે અવાજ ઉઠાવશું.
રાજકોટમાં 12 અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં પોલીસ ત્રાટકી